Book Title: Updeshamrut
Author(s): Shrimad Rajchandra Ashram Agas
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 655
________________ ૫૫૬ પરિશિષ્ટ ૬ –સૂચિ ૧ લલ્લુજી મુનિને તેઓશ્રીની હયાતીમાં અપૂર્વ સ્વરૂપ જ્ઞાન પ્રાપ્ત થયું છે.’’ (૩૭) સંવત ૧૯૫૮ : ઘોરનદી ગામમાં આર્જાજી (સાધ્વીજી)નું સમાધિ-મરણ કરાવ્યું. (૩૩) સંવત ૧૯૬૦ : રાણકપુર તિર્થમાં પરિષહ. (૩૫) ગિરનાર પર્વત ઉપર ગુફામાં ત્રણ રાત્રી ગાળી. (૩૬) ધંધુકા ચાતુર્માસ : શ્રી ધારશીભાઈનું મુનિશ્રીના દર્શનસમાગમ અર્થે આવવું. (૩૭) સંવત ૧૯૬૧ : વડાલી ચાતુર્માસ નિષ્પક્ષપાતી બોધ કર્યો સંવત ૧૯૭૨ : દૂર કોઈ જંગલમાં એકલા ચાલ્યા જવાનો મુનિશ્રીએ નિર્ણય કર્યો. જુનાગઢ ચાતુર્માસ. (૫૪) સંવત ૧૯૭૩ : પ. પૂ. પ્રભુશ્રી જૂનાગઢથી બગસરા પધાર્યા. એક માસ ભાઈ રતિલાલ મોતીચંદના જિનમાં અને ત્યાર પછી ભાઈ મણિભાઈ કલ્યાણજીને ત્યાં એમ આખું વર્ષ બગસરામાં સ્થિરતા કરી. (૫૫) સંવત ૧૯૭૪ : ભાઈ રણછોડભાઈ, ભાઈ ભાઈલાલભાઈ વલ્લભભાઈ, ભાઈ મણિભાઈ કલ્યાણજી આદિનો એવો વિચાર થયેલો કે પ. પૂ. પ્રભુશ્રીની વૃધ્ધાવસ્થા તથા વ્યાધિગ્રસ્ત સ્થિતિ હોવાથી એક પર્ણકુટી જેવા સ્થાયી મકાનની જરૂર છે. તેને માટે સાધુ-સમાધિ ખાતું ખોલી તેમાં જેને રકમ આપવી હોય તે આપે એવું નક્કી કર્યું. (૫૬) ૩. શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ; અગાસના પ્રાણ સંવત ૧૯૭૬ : કારતક સુદ ૧૫ પરમ કૃપાળુદેવ જન્મ મહોત્સવની સંદેશ્વર ગામે ઉજવણી. (૫૯) અગાસ સ્ટેશન પાસે શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમની સ્થાપના. (૬૨) સંવત ૧૯૮૦ : યાત્રાર્થે સમેતશિખર ગયા. (૬૩) સંવત ૧૯૮૧: પૂ. બ્રમ્હચારીજી પ. પૂ. પ્રભુશ્રીજીની સેવામાં જોડાયા. (૬૮) સંવત ૧૯૮૪: આશ્રમમાં શિખરબંધી ભવ્ય જિનાલયમાં પ્રતિષ્ઠા. શ્રીમદ્જીનાં બોધવચનો અનુસાર શ્વેતાંબરદિગંબર પ્રતિમાઓની પ્રતિષ્ઠા. પ્રભુશ્રીજીએ ભૂમિગૃહના ગુરુમંદિરમાં શ્રીમદ્ભુની પ્રતિમાની સ્વહસ્તે અંજનશલાકા કરીને પ્રાણપ્રતિષ્ઠા કરાવી. એક બાજુ પ્રણવમંત્ર ૐ કારજીની સ્થાપના. (૬૯) સંવત ૧૯૮૫ : ભાદરણ, ધર્મજ, ભરૂચ, નિકોરા, ઝધડિયા, કબીરવડ, માંદગી છતાં બોધાર્થે પર્યટન. (૬૯), (૭૦) Jain Education International સંવત ૧૯૮૬ : કરમસદ, સુણાવ. (૭૦) સંવત ૧૯૮૭ : કાવીઠા, સીમરડા, નાર, નડિયાદ, અંધેરી, નાર મંદિરની પ્રતિષ્ઠા. (૭૦) સંવત ૧૯૮૮ : પેટલાદ, દંતાલી, કાવીઠા, સીમરડા. (૭૦) અગાસ આશ્રમના મુખ્ય દરવાજા ઉપરની દેરીમાં શ્રીમદ્જીની ઊભા કાઉસગ્ગુની પંચધાતુની પ્રતિમાજીની પ્રતિષ્ઠા. (૬૯) સંવત ૧૯૯૧ : ૫. પૂ. પ્રભુશ્રી આબુ પધાર્યા. ‘શ્રબરી બંગલા'માં ત્રણેક માસ સ્થિતી કરી. (૭૬) "" સંવત ૧૯૯૨ : ચૈત્ર વદ ૫. પ. પૂ. પ્રભુશ્રીએ સોંપણી કરતાં જણાવ્યું. ....મુખ્ય બ્રહ્મચારી સોંપણી. (બ્રહ્મચારીજીને) કૃપાળુદેવ આગળ જવું. પ્રદક્ષિણા દઈને સ્મરણ લેવા આવે તો ગંભીરતાએ લક્ષમાં રાખી લક્ષ લેવો. પૂછવું. કૃપાળુદેવની આજ્ઞાએ ને શરણાએ આજ્ઞા માન્ય કરાવવી.'' (૭૭) સંવત ૧૯૯૨ : ચૈત્ર વદ ૬ ‘‘આત્માને મૃત્યુ મહોત્સવ છે. એક આત્મા. બીજું કશું નહીં. તેનો મહોત્સવ. પરમકૃપાળુદેવનું શરણ’’–એવો બોધ. (૭૮) વૈશાખ સુદ ૮ રાત્રીના ૮ કલાક ને ૧૦ મિનિટે ૮૨ વર્ષની વયે આશ્રમમાં આ મહાપુરુષનો પવિત્ર આત્મા પરમ સમાધિમાં સ્થિત થયો. નાશવંત દેહનો ત્યાગ કરી પરમ પદ પ્રત્યે પ્રયાણ કરી ગયો. (૭૮), (૭૯) વૈશાખ સુદ ૯ ના સવારે મુનિશ્રી લઘુરાજ સ્વામીના દેહને પાલખીસ્થિત કરી, ઘણા ભાવપૂર્વક ઘણા મુમુક્ષુઓએ આશ્રમની પ્રદીક્ષણા કરીને આશ્રમની પાછળના આશ્રમના ખેતરમાં અત્યંત ભક્તિભાવપૂર્વક અગ્નિ સંસ્કાર કર્યા. અને તે દિવસે મુનિશ્રીજીની આજ્ઞા પ્રમાણે આત્મસિદ્ધિની પૂજા ભણાવી. સંવત ૧૯૯૩ : મુનિશ્રી લલ્લુરાજ સ્વામીના અગ્નિસંસ્કારને સ્થાને આરસની દેરી બનાવી. તેમાં તેમનાં પાદુકાજીની સ્થાપના કરી. અનંતાનંત વિનયવંદન હો એ કલ્યાણમૂર્તિ પ્રભુશ્રીજીના પદારવિન્દને! એમને દર્શાવેલ પરમ કૃપાળુદેવ પ્રબોધિત શ્રી સનાતન જિન વીતરાગ માર્ગને ! “ધન્ય તે મુનિવરા રે, જે ચાલે સમભાવે રે; જ્ઞાનવંત જ્ઞાની શું મલતાં તનમનવચને સાચા, દ્રવ્ય ભાવ સુધા જે ભાખે, સાચી જિનની વાચારે, ધન્ય તે મુનિવરા રે, જે ચાલે સમભાવે રે.’ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684