________________
૪૦૪
ઉપદેશામૃત ડૉક્ટર તો નિમિત્ત છે. કર્મ ભભક્યાં છે, તે કર્મ જાણો. વહેવારે કરવાનું છે, નિશ્ચયે નહીં. પ્રકૃતિ છે. સૌ સાઘન બંધન થયાં છે. મનુષ્યભવ, દુર્લભ છે પુરુષ ઉપરની શ્રદ્ધા. કાલાઘેલાની વાત છે; કહેવાશે હા હા ગોટીલા. પણ સત્ જે આત્મા છે તે માનશે તેનું કલ્યાણ છે. મુદ્દે રકમ શ્રદ્ધા. “સદ્ધી પરમ કુહા'
ચૈત્ર વદ ૬, સોમ, સં. ૧૯૯૨, તા.૧૩-૪-૩૬ આત્માને મૃત્યુમહોત્સવ છે, એક મૃત્યુમહોત્સવ છે.
“વિશ્વભાવવ્યાપી તદપિ એક વિમલ ચિટૂપ;
જ્ઞાનાનંદ મહેશ્વરા, જયવંતા જિનભૂપ.” એક આત્મા, બીજું કંઈ નહીં. તેનો મહોત્સવ, મૃત્યુ-મહોત્સવ ! આત્મા, ઘર્મ; આજ્ઞાએ ઘર્મકૃપાળુદેવની આજ્ઞા. પરમકૃપાળુનું શરણું છે. તે માન્ય છે. સૌ સંપે મળીને રહેજો.
મતમતાંતર, ભેદભેદ, પક્ષપાત નથી. વાત છે માન્યાની. કૃપાળુદેવે મને કહ્યું છે એ વગર વાત નથી. ગુરુદેવ સહજાત્મસ્વરૂપ રાજચંદ્રજી કૃપાળુદેવ છે. આત્મા છે, જેમ છે તેમ છે. આત્મા કોને કહીએ ? જ્ઞાનીએ આત્મા જોયો છે. એમણે જેને જણાવ્યો તે માન્ય કરવો, એ વગર નહીં. એક મૃત્યુમહોત્સવ છે. બીજે કોઈ ઠેકાણે મળે તેમ નથી. એક મૃત્યુમહોત્સવ. ધિંગઘણી માથે કિયારે, કુણ ગંજે નર એટ ?' બીજો હવે નથી. એ વસ્તુ જેમ છે તેમ છે. તે તો તે જ જાણે છે. એની શ્રદ્ધા અને પ્રતીતિ, બસ ! “MID થપ્પો માળા, તવો,' મુદ્દો એ જ. વાત એ જ છે; બીજી લીધી નથી. દૃષ્ટિની ભૂલ નથી. જે છે તે છે. સૂઝે એમ કહેજો, એક પરમકૃપાળુદેવ. “થાવું હોય તેમ થાજો રૂડા રાજને ભજીએ,’ એ જ.
આ પુલ છે, આત્મા નથી; સંજોગ છે, સંજોગનો નાશ છે. વિરામ પામું છું, વિરામ પામું છું. ખમાવું છું. એક આત્મા સિવાય બીજી વાત નથી. પરમ કૃપાળુદેવે કહ્યું હતું : “મુનિઓ, આ જીવને પ્રભુશ્રીને) સમાધિમરણ સોભાગભાઈની પેઠે થશે.” અને સોભાગભાઈને ધ્યાન હતું તે જ છે. બીજું કંઈ માન્ય નથી, બીજું કંઈ સમજીએ નહીં. પણ પરમ કૃપાળુદેવ માન્ય છે. પુદ્ગલની અથડામણી, રાખનાં પડીકાં નાખી દેવા યોગ્ય છે. બઘાય પરમકૃપાળુદેવની દ્રષ્ટિવાળાનું કલ્યાણ છે. ભાવના છે એ મોટી વાત છે. “ફૂલ નહીં ને ફૂલની પાંખડી.” કૃપાળુદેવની વૃષ્ટિ ઉપર બઘા આવે છે; સૌનું કામ થઈ જશે. બીજા લાખો હોય તોય શું ?
આટલી સામગ્રી પુદ્ગલની છે; આત્મા નહીં. આત્મા જે છે તે છે. આત્મા છે, નિત્ય છે, કર્તા છે, ભોક્તા છે, મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે. ચમત્કારી વચન છે ! દયા કરી છે. ઘણા જીવોનું હિત થશે. ઘણાના હિત સાથે પોતાનું પણ હિત છે. સૌ સારું હોં ! આ તો માયા છે, પુદ્ગલ છે, એ નોય. આત્મા છે, જ્ઞાનીએ જામ્યો છે. યથાતથ્ય જ્ઞાનીએ જામ્યો છે તે માન્ય છે. છેલ્લો સવાલ કીઘો. જબરામાં જબરી વાત, તેવી બીજી કોઈ ના મળે; ખબર નથી. પકડ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org