________________
ઉપદેશસંગ્રહ–૪
તા.૨૪-૫-૨૮
વીલો મૂકવો નહીં. રાતદિવસ મંત્રનું સ્મરણ કરવું અને વખત મળ્યે વાંચન પઠન કરવું. અમૂલ્ય વખત આળસમાં કે ૫૨૫રિણતિમાં ન ખોવો. નિત્ય છ પદના પત્રનું સ્મરણ કરવું અને મનન કરવું. મોટા પુસ્તક (શ્રીમદ્ રાજચંદ્ર) માંથી જે જે પત્રો સમજાય તે મનન કરવા.
અઢાર પાપસ્થાનકમાંથી રિત-અતિ ન થાય તે ઉપર ખાસ લક્ષ આપવું. અત્યારે તો બધું સુખ છે. પરંતુ જ્યારે રોગ આવશે ત્યારે અકળામણ થશે, કંઈ ગમશે નહીં. ક્યાં જવું ? શું કરવું ? જીવ નીકળી જશે ? એમ થશે. તે વખતે શ્રદ્ધા હશે, જ્ઞાન હશે તો સમભાવથી રહી શકાશે.
તા. ૩૦-૧૦-૨૮
અત્યંત દુર્લભ પ્રસંગ પ્રાપ્ત થયો છે. કરોડો રૂપિયા આપતાં આ સત્ય મળી શકે તેવું નથી. દેહ, વૈભવ, માન પાન—બધું વિનાશી છે, ક્ષણિક છે. ઘડપણ આવશે, રોગ આવશે અને મરણ તો આવવાનું જ છે. આવા કંઈક ભવ કર્યા. હવે ચેતવું. વાચન, મનન, વિચારણા ખૂબ રાખવાં. ધર્મની શ્રદ્ધા દિવસે દિવસે દૃઢ કરી, વઘારવી. એ જ સાથે આવશે.
આવો જોગ ફરી નહીં આવે; સંસારમાં પડતાં તો અનેક પ્રકારની જંજાળ વળગે.
ચેતવાનું છે. જગત પર્યાયરૂપ અને દગાથી ભર્યું છે.
Jain Education International
૪૦૭
*
યથાયોગ્ય ઉપયોગ એ આત્મા છે.
વિચાર એ જીવ છે. ‘કર વિચાર તો પામ.'
આત્મા અરૂપી છે; જ્ઞાનચક્ષુથી જણાય છે. જ્ઞાન એ યથાયોગ્ય આત્મા છે.
For Private & Personal Use Only
તા. ૩-૧૧-૨૯
તા.૧૦-૧૦-૩૦
www.jainelibrary.org