________________
४७४
ઉપદેશામૃત ઘણા ઘર્યા, તે બઘાનો નાશ થયો છે. તેથી દેહ પર મોહ કરવો નહીં. એક આત્મા ઉપર લક્ષ રાખવો. આ મહામંત્ર છે.
તા. ૨૩-૧-૩૬ સત્સંગનું માહાભ્ય અથાગ છે. સત્સંગમાં શું છે ? આત્માની શ્રદ્ધા થાય છે, પરિણમન થાય છે.
તા.૩-ર-૩૬ મનુષ્ય ભવ દુર્લભ છે. મૈત્રી, પ્રમોદ, કારુણ્ય, મધ્યસ્થ ભાવના કરવા યોગ્ય છે. મોટામાં મોટી વાત સત્સંગ છે. સત્સંગમાં બોઘ અમૃતસમ છે. ત્યાં સમાગમે કોઈ વાણી સંભળાય તો સહેજે પુણ્ય બંઘાય. જ્ઞાની પુરુષની વાણી સંભળાય અને કદાચ ન સંભળાય તો પણ પુણ્ય બંધાય. મેમાન છો; મનુષ્યભવ દુર્લભ છે. “હે જીવો ! તમે બૂઝો, સમ્યક્ પ્રકારે બૂઝો. મનુષ્યપણું મળવું ઘણું દુર્લભ છે, અને ચારે ગતિને વિષે ભય છે, એમ જાણો. અજ્ઞાનથી સવિવેક પામવો દુર્લભ છે, એમ સમજો. આખો લોક એકાંત દુઃખે કરી બળે છે, એમ જાણો; અને સર્વ જીવ પોતપોતાના કર્મે કરી વિપર્યાસપણું અનુભવે છે તેનો વિચાર કરો.” આ મારો દીકરો, આ મારી સ્ત્રી, આ મારું ઘર—એ બધું બંધન છે.
“સહુ સાઘન બંઘન થયા, રહ્યો ન કોઈ ઉપાય;
સત્સાઘન સમજ્યો નહીં, ત્યાં બંઘન શું જાય?” કંઈ નહીં તો “વીસ દોહરા' ચંડીપાઠની પેઠે રોજ બોલે તો પણ કામ થઈ જાય. સંગ બળવાન છે.
આખો લોક એકાંત દુઃખે કરીને બળે છે. જન્મ, જરા, મરણ જેવું કોઈ ભૂંડું નથી. રસ્તામાં જેમ મેળાવડો થાય તેમ આ મેળાવડો છે. તેમાં રાજી શાનો થાય છે? સુખ અને દુઃખ શાનાં માને છે? એ તારો ઘર્મ નથી. અનંતા ભવ થયા, તોય તે આત્મા ને ઓળખ્યો; તો હવે ક્યારે ઓળખીશ ? માટે સત્સંગ અને ત્યાગ વૈરાગ્ય કર. પહેલાં સત્સંગ બહુ આકરો લાગશે; પણ એ જ અંતે સુખ આપશે. સંસારથી કર્મબંઘ થાય છે, વૈરાગ્યથી હિત થાય છે. આ અવસર આવ્યો છે. સર્વ જીવ પોતાનાં કર્મોથી વિપર્યાસ ભોગવ્યા કરે છે. મનુષ્ય ભવ દુર્લભ છે. ચારે ગતિ અતિ દુ:ખદાયી છે. જન્મ, જરા, મરણ–એ બધાં દુઃખદાયી છે. “હું” ને “મારું” સૌ બંધન છે. માર્યો જઈશ. એ તારું નહીં. આ જોગ તો કાંઈ જેવો તેવો છે? હવે ક્યારે જોઈશ? જેને બંઘનમુક્ત થવું છે તેણે આત્માને ગષવો. વાણિયો છે, બ્રાહ્મણ છે, પાટીદાર છે—તે કંઈ નહીં.
“જ્યાં લગી આતમાં તત્ત્વ ચીન્યો નહીં, ત્યાં લગી સાઘના સર્વ જૂઠી.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org