________________
ઉપદેશસંગ્રહ-પ
✩
મુનિ મો—જ્ઞાનીને દેહ સંબંધી કેવા ભાવ થાય તે વાત જ્ઞાનીના ઘરની છે; આપણે તોલના કરવા જેવું નથી.
પ્રભુશ્રી—તેમ નહીં. વક્તવ્ય હોય તે કહી શકાય, તે કહેવું. અવક્તવ્ય છે તે કહી શકાય નહીં.
ભાવ અને શ્રદ્ધા બે મુખ્ય છે. લાડવા કરવા માટે બધી સામગ્રી હોય, પણ દેવતા ન હોય તો કામ ન બને; તેમ બધાં કારણો જોઈએ. દોરડું બાંધી કોઈ કૂવામાં પડે અને તરતાં ન આવડતું હોય તો પણ ડૂબે નહીં; તેમ શ્રદ્ધાથી તરી જવાય છે. એક માણસ જુવાન હોય અને તેની પાસે તીક્ષ્ણ કુહાડો હોય તો ગાંઠ કાપતાં વાર લાગતી નથી. પણ કોઈ ઘરડો હોય, કુહાડો બુઠ્ઠો હોય અને ગાંઠ સખત હોય તો ગમે તેટલા ઘા કરે પણ કંઈ વળતું નથી. તેમ શરીર સારું હોય, ક્ષયોપશમ સારો હોય, ઇંદ્રિયો કામ કરતી હોય તેવા વખતમાં આત્મસાધન કરી લેવું, ઘડપણમાં મુશ્કેલ થઈ પડશે.
સમકિતીનું લક્ષણ એ કે અવળાનું સવળું કરે.
⭑ *
૪૪૭
પ્રભુશ્રી—એકમાં બધું આવી જાય તે શું ?
મુમુક્ષુ–સમભાવ. બે લડતા હોય ત્યારે શાંત પાડવા માટે કહેવામાં આવે છે ને ?–ભાઈ, સમતા રાખો.’
નવસારી, તા.૧૫-૫-૩૩
પ્રભુશ્રી—સમભાવનું સ્વરૂપ બહુ ઊંડું છે. ખરો સમભાવ તો ગજસુકુમા૨ જેવાનો કહેવાય. દેવને` ઢોલકી વળગી હતી, તેમ કર્મ છે. તે કંઈ છૂટે નહીં. તમે દેહ જુઓ છો પણ જ્ઞાની આત્મા જુએ છે તેવો ભેદ પડવો જોઈએ. ભેદ ન પડ્યો હોય ત્યાં સુધી વિશ્વાસ રાખો.
૧. એક સોનીને પાંચસો સ્ત્રીઓ હતી, તોપણ વિષયાસક્તિ ઓછી ન હતી. હાસા-પ્રહાસા નામની બે દેવીઓનો દેવ ચ્યવી જવાથી ભવિષ્યમાં તેમના પતિ થનાર તે સોનીને તે દેવીઓએ દર્શન આપ્યાં. તેમને જોઈને તે સોનીને મોહ થયો. તેથી તેમની પ્રાપ્તિ માટે તેમણે જણાવ્યા પ્રમાણે લાકડામાં બળી મર્યો. અને અકામ નિર્જરાથી દેવ થઈ તે દેવીઓનો પતિ થયો.
Jain Education International
એક વખત ઇન્દ્રની સભામાં તે દેવને વાજાં વગાડવા જવાનું હતું. તેથી તેના ગળામાં એક ઢોલકી વિક્રિયાથી વળગી. તે લઈને તે ઇન્દ્રની સભામાં ગયો. ત્યાં તેણે તેના પૂર્વભવના શ્રાવકમિત્રને મહર્ષિક દેવ તરીકે જોયો. તેથી તેને ઢોલકીની શરમ આવી. એટલે તેણે ઢોલકીને ગળામાંથી નાખી દેવા માંડી. પણ તે પાછી આવી આવીને વળગવા માંડી. ત્યારે તે મહર્ષિક દેવે કહ્યું કે હવે જે પૂર્વકર્મ છે તે ભોગવો. પહેલાં વીતરાગ માર્ગ આરાધવા સંબંધી અમારી શિખામણ તમે માની નહીં તેથી હલકા દેવ થયા છો.
For Private & Personal Use Only
www.jainelibrary.org