________________
ઉપદેશસંગ્રહ-પ
ભાસ્યું નિજ સ્વરૂપ તે, શુદ્ધ ચેતનારૂપ; અજર અમર અવિનાશી ને દેહાતીત સ્વરૂપ.''
અહોહો ! ચમત્કાર છે ! મનુષ્યભવ ચિંતામણિ છે. ચેતવા જેવું છે. માથે કાળ ચઢી આવ્યો છે. માન્યતા, માન્યતા કહ્યું કંઈ માન્યતા થતી નથી. પકડ થવી જોઈએ. દૃષ્ટિ ફેરવવી જોઈએ.
તા.૪-૩-૩૪
શોઘ શાની કરવી ? આત્માની. પણ ભોમિયો જોઈએ. અઘોર વનમાં જવું હોય અને ભોમિયો હોય તો અડચણ આવે નહીં. તે કેમ ઓળખાય ? સાચો મને મળો, એમ ભાવ રાખવો તો મળી આવશે. સત્સંગમાં આત્માની વાત થાય છે. માહિત થયા પછી ફસાઈ પડતો નથી. નહીં તો ગલીકૂંચીમાં પેસી જાય. કહેવાય છે કે કોઈ રસ્તાનો માહિત હોય તો સીધા પહોંચી જવાય. કરવાનું શું છે ? જગત મિથ્યા; આત્મા સત્. મિથ્યા છે તે મૂકવાનું છે. માહિત થયા પછી બધું મુકાઈ જાય છે.
૪૫૩
સદ્ગુરુને અર્પણ કરવું તે શું? મિથ્યા સમજાય તો મમતા મુકાઈ જાય છે, પછી આત્માની શ્રદ્ધા થાય છે તે અર્પણ. માટે શ્રદ્ધા કરવાની છે. તેથી માયાના સ્વરૂપમાં ખળી રહેવાય નહીં. મનુષ્યભવ કેમ સફળ થાય ? સત્ની શ્રદ્ધા થાય તો. તેથી અસત્ની શ્રદ્ધા છૂટી જાય; અવળી પકડ થઈ ગઈ છે તે છૂટી જાય. આ બધું શાને લઈને મનાઈ રહ્યું છે ? મનથી. ભગવાન કાંઈ આઘે નથી. પ્રાર્થના તે તેને બોલાવવારૂપ છે. ‘મારું મારું' મનાઈ રહ્યું છે તે પછી નહીં રહે. તેને માટે પ્રાર્થના વગેરે છે. પુરુષાર્થ કરવો—સત્પુરુષાર્થ. આ વચનામૃત છે તે અમૃત છે. પણ ગુરુગમ જોઈએ તો બધાં તાળાં ઊઘડે. માહિત થયો હતો તો છ કોઠા અભિમન્યુ જીત્યો; પણ છેવટના કોઠામાં માહિત ન હતો તેથી ખળી રહ્યો. સત્સંગથી માહિત થવાય છે.
પ્રભુશ્રી—આંટી પડી છે તે ઊકલે તો સુતર ૧(સૂતર) છે.
મુમુક્ષુ—આંટી કેમ ઊકલે ?
Jain Education International
પ્રભુશ્રી—જેમ વળ ચઢે તેમ જીવ વર્તે છે. તેથી બંધ થાય છે. વળ અવળાને બદલે સવળો પડે તો આંટી ઊકલી જાય. વિકાર અને કષાયથી વળ ચઢે છે. દેહ છે તેને સારો ખોટો કરવામાં રહે તો વળ અવળો ચઢે છે; પણ વિચાર કરી માંસ, હાડકાં, ચામડાં જુએ તો વળ ઊકલી જાય છે. તે વધારે વખત ટકતું નથી. થોડો વિચાર આવે, પછી પાછો વળ અવળો
૧. સુતર=સહેલું. સૂતર=ધાગા.
For Private & Personal Use Only
તા.૬-૩-૩૪
www.jainelibrary.org