________________
ઉપદેશસંગ્રહ-૨
૩૨૭
તા. ૨૧-૨-૨૬ એટલી બઘી વેદના સાથે લાગી (સામટી) આવે છે અને દિન પ્રતિદિન કળતર, નબળાઈ વઘતી જાય છે કે જાણે હતું ન હતું થઈ જશે. કાલે સાંજે એવી ગભરામણ થઈ ગયેલી તેથી નીચે નહોતું આવી શકાયું. (મુનિ મોહનલાલજીને) કહો, તે વખતે વેદના જણાય કે નહીં?
મુનિ મોજ્ઞાનીને વેદના થાય પણ તેની ગણતરી તેને ન હોય. કૃપાળુદેવ અને મુનિઓ તથા બધા લોકો બપોરે નરોડામાં જતા હતા. ત્યારે દેવતા કરતાં વધારે તપેલો રેત હતો. ત્યાં થઈને બઘા જંગલમાં જવા નીકળ્યા. ત્યાં બધા દોડાદોડ કરે, કપડાં નાખીને ઊભા રહે કે ચપચપ પગ ઉપાડે. પણ કૃપાળુદેવે ચાલમાં બિલકુલ ફેર કર્યો નહોતો, ઘીમે ઘીમે ચાલતા હતા. કોઈના પગમાં જોડા યે નહોતા. બઘાને તે વખતે થયેલું કે દેવકરણજી સ્વામી વ્યાખ્યાન સુંદર આપે છે; પણ સાચા જ્ઞાની તો આ જ છે. ત્યાં બેસવાના સ્થાનકે ગયા ત્યારે પણ કૃપાળુદેવે પગ ઉપર હાથ સરખો ફેરવ્યો નહીં. પગે લાલ લાલ ચાઠાં પડી ગયાં હતાં. કોમળ શરીર અને જોડા વિના તડકામાં ચાલવાની ટેવ નહીં. એટલે વેદના તો ઘણી થતી હોવી જોઈએ.
પ્રભુશ્રી એ તો દશાની વાત છે. ઉત્તરસંડે બંગલે રહેતા ત્યારે પાસે સેવામાં મોતી ભાવસાર રહેતો તે ઘોતિયું ઓઢાડે, ઢાંકે; પણ પાછું ખસી જાય. મચ્છર, મોટા ડાંસ તો ત્યાં ખૂબ હતા પણ પોતે હાલેય નહીં ને ચાલેય નહીં, પડ્યા જ રહેતા.
કૃપાળુદેવના પ્રથમ સમાગમમાં આત્માનો નિશ્ચયનયે બોથ થવાથી બાહ્ય દયા અને ક્રિયા છોડી દીધેલાં. સૌ-સૌના ગચ્છમાં જેમ આગ્રહ હોય છે તેમ પહેલાં તો આગ્રહ બહુ હતો. દેવકરણ સ્વામીના કરતાં વધારે દયા પાળવાની, સરખામણી કરવાની અને મોટા ગણાવાની ઘણી હોંશ હતી. તેથી તેમના કરતાં વઘારે તપ કરવાનું થતું; અને ક્ષયોપશમ તો મળે નહીં, પણ શરીરનું બળ ખરું એટલે જોર કરીને પણ ગોખવાનું, મોઢે કરવાનું કરેલું. હાલ તો હાંસી આવે છે !–થાંભલો ઝાલીને “ભક્તામરની ગાથાઓ ગોખીને એવી મોઢે કરી કે બધા અક્ષરો શુદ્ધ બોલાય. બીજા જોડેલા અક્ષરોનો સ્પષ્ટ ઉચ્ચાર “સખ્યત્વ'ની પેઠે થઈ શકતો નહોતો, પણ મહેનત કરી એટલે તેમાંના બઘા જોડાક્ષરો શુદ્ધ બોલાતા. ચતુરલાલજીને વેદાંતની અસર હજી રહી છે તેથી તે તદન શુષ્કજ્ઞાની થઈ ગયો છે. ઓછી સમજવાળાને વેદાંત-એકલા નિશ્ચયનયનું એટલે ઠીક ગોઠી જાય છે. અને તેની પકડ કરી બેસે છે. અનેકાંતવૃષ્ટિ સૂક્ષ્મ છે.
અમારી વાત બધી તે પરમકૃપાળુદેવ) તો જાણે; એનું શું અજાણ્યું હતું? તેથી એક વખત કીડી આમ જતી હતી તેને હળવે રહીને હાથ ઉપર ચઢાવી આમ એક બાજુ જાળવીને મૂકી. ત્યારથી મને થયું કે આ આમ દયા પાળે છે તો તો આપણે તે જ કર્તવ્ય. એટલે ત્યારથી દયાનો પુનર્જન્મ થયો હોય તેમ થયું. નહીં તો, એમ થતું કે ઘણી દયા પાળી પણ તેણે કલ્યાણ નથી. પણ જેમ છે તેમ સમજીને કરવાનું તે જ છે. ત્યારથી એમણે દયા મારામાં ઘાલી દીધી. તે આજની ઘડી સુધી તે જ દ્રષ્ટિ છે. પાણીમાં કેમ ચાલવું તે કૃપાળુદેવે બતાવેલું કે મુનિઓ, આગળ પાણી આવે છે, ઉપયોગપૂર્વક ચાલજો. આમ આમ વલોણાની પેઠે પગથી પાણી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org