________________
ઉપદેશસંગ્રહ-૩
૩૭૫
આબુ, તા.૬-૬-૩૫ આત્મા જોવો હોય તો બઘામાં આત્મા જોવાય. નહીં તો આ વાણિયો, બ્રાહ્મણ, પાટીદાર, ઘરડો-જુવાન, સુખી-દુઃખી, રંક-રાજા, સ્ત્રી-પુરુષ, સારા-નરસો એમ જણાય ત્યાં કર્મ બંઘાય. આત્મા જોવાની દ્રષ્ટિ થયે અબંઘ દશા થાય. “માત્ર દ્રષ્ટિકી ભૂલ હૈ.'
એ દ્રષ્ટિ આવે ક્યાંથી ? તો કે પુરુષના બોઘથી. પુરુષાર્થ કર્યા વિના કંઈ થતું નથી તો દ્રષ્ટિ ફેરવવાનો પુરુષાર્થ કરો. લવ સત્સંગનુંય માહાભ્ય અલૌકિક છે. સત્સંગથી, સદ્ગોઘથી વૃષ્ટિ ફરે છે; હાડકાં, ચામડાં, લોહી, પરુ આદિ દુર્ગઘમય દેહાદિ ઉપર વૈરાગ્ય આવે છે. વૈરાગ્ય એ આત્મા છે. વૈરાગ્ય, ઉપશમ એ મુમુક્ષુના હૃદયમાં સદાય જાગૃત હોય.
ઠામ ઠામ આત્મા જોવો. આમ્રવના કામમાં સંવર થાય, દ્રષ્ટિ ફરી હોય તો.
આબુ, તા. ૬-૩૫ દૃષ્ટિ ફેરવવાની જરૂર છે. દ્રષ્ટિ ફરે તો તેમ પરિણાય. “કથા સુણી સુણી ફૂટ્યા કાન.” ભણ્યો પણ ગણ્યો નહીં.” બોલ્યો પણ ન બોલવા જેવું કર્યું. વિચાર કર્યો નહીં. ખામી છે યોગ્યતાની, ભાવ ફેરવવાની. ભાવ ફેરવી નાખે તો કમાણીના ઢગલા થાય. ડગલું ભરે તો મુકામે જવાય. બેઠો રહે અને ત્યાંની વાતો કરે છે તેથી મુકામે જવાય નહીં. ચાલવા ડગલું ભરે તો મુકામ આવે. “સાકર, સાકર' કર્યું સ્વાદ આવે નહીં, મોંમાં મૂક્યું સ્વાદ આવે. તેમ સિદ્ધ સમાન છું, અજર છું એમ બોલ્ય કામ થાય નહીં. ઠામ ઠામ દ્રષ્ટિ પડતાં ભેદ પડે, ઠામ ઠામ દ્રષ્ટિ પડતાં ભેદ પડે, ભેદજ્ઞાન હોય તો જ પરમાં પરિણમાય નહીં. ભેદજ્ઞાનથી ભેદ પાડવાનો પુરુષાર્થ ન કરે ત્યાં સુધી આત્મામાં પરિણમાય નહીં.
વૃષ્ટિ દિવ્ય જોઈએ. ચર્મચક્ષુથી માર્ગ દેખાય નહીં; દિવ્યચક્ષુથી માર્ગ દેખાય. ભેદજ્ઞાન થાય, તે દિવ્યચક્ષુ, તે વિચાર છે. તેની જરૂર છે. પુરુષનો બોઘ પ્રાપ્ત થાય છે તેમાં ઊંડા ઊતરો, વિચાર કરો. ભાવ ફેરવી નાખો. ઠામ ઠામ ભેદજ્ઞાનથી ભેદ પાડો. શત્રુ-મિત્ર, બાઈભાઈ, સગાં-સંબંઘી, રોગ-શોક, ક્રોધ, માન, સંકલ્પ-વિકલ્પ વગેરે જે કંઈ આવે છે તે સર્વને જાણનાર તેથી ભિન્ન એવો આત્મા જ્ઞાની સદ્ગુરુએ જાણ્યો તેવો હું છું. આવે છે તે સર્વ જાય છે. રોગ આવે, વેદની થાય, મરણ આવે તો પણ સર્વ જાય છે; તેને જોનાર હું જુદો છું. માત્ર તેને જોયા કરવું. સંજોગો સર્વ આવે છે તે જશે. આત્મા કંઈ જવાનો છે ? તે આત્મા મારો છે. “ચંદ્ર ભૂમિને પ્રકાશે છે, તેના કિરણની કાંતિના પ્રભાવથી સમસ્ત ભૂમિ શ્વેત થઈ જાય છે, પણ કંઈ ચંદ્ર ભૂમિરૂપ કોઈ કાળે તેમ થતો નથી. એમ સમસ્ત વિશ્વને પ્રકાશક એવો આ આત્મા તે ક્યારે પણ વિશ્વરૂપ થતો નથી, સદા સર્વદા ચૈતન્યસ્વરૂપ જ રહે છે.”
એમ ભેદજ્ઞાનથી દિવ્યદ્રષ્ટિએ જોવાય ત્યાં કર્મ બંઘાય નહીં અને આત્માનું સુખ પ્રાપ્ત થાય. માટે કરવા યોગ્ય તો એક જ છે. તે શું ? તો કે પુરુષાર્થ. પુરુષાર્થ કર્યા કરો, ઉદ્યમ કરો–કામ થશે જ. ભરત ભર્યું હોય તે જેટલું ભરાયું તેટલું તો કામ થયું જ. તેમ પુરુષાર્થ કર્યો તે અલેખે નહીં જાય. ઘીરજ રાખવાની જરૂર છે. છેલ્લી વાત, એક પુરુષાર્થ જ કર્તવ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org