________________
3७८
ઉપદેશામૃત તમે આત્મા જોજો. તમે ઘરડા-જુવાન, નાના-મોટા, બાઈ-ભાઈ એ ન જોશો; પણ આત્મા જોશો. એમ કરો તો ભાવ ફરી જાય. જ્યાં ભાવ ફરી જાય ત્યાં કામ થઈ જાય.
ધ્યાનમાં લેજો, આ વાત સામાન્ય કરી નાખશો નહીં. જે સ્વરૂપ સમજ્યા વિના અનંત દુ:ખ પામ્યો, તે સ્વરૂપ સમજાવ્યું તેને નમસ્કાર. જ્યાં આત્મા જોયો ત્યાં સમદ્રષ્ટિ કરવી પડી. સમજણમાં બીજું કર્યું. વૃષ્ટિ બીજી કરી. જેમ જેમ આત્મા જુઓ તેમ તેમ કર્મ ન બંઘાય; નહીં તો રાગદ્વેષ, ઇષ્ટ-અનિષ્ટ થાય છે, તેથી કર્મ બંધાય છે.
વાત સમજણમાં છે. સમજ આવ્યું અને ધ્યાનમાં લેવાય ત્યારે આત્માની વાત સમજાશે. આત્મા પ્રત્યક્ષ કરવો છે. જ્ઞાનીને પ્રત્યક્ષ છે. ભાવથી કલ્યાણ થવાનું છે.
ભાવે જિનવર પૂજિયે, ભાવે દીજે દાન;
ભાવે ભાવના ભાવિયે, ભાવે કેવળજ્ઞાન.' ભાવ મોટી વાત છે. “આતમભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે.”
આત્મા તે જ ગુરુ છે. નિશ્ચય ગુરુ પોતાનો આત્મા છે. એના સામી દ્રષ્ટિ નથી આવી, ભાવ નથી આવ્યો; આવે તો કામ થઈ જાય.
જ્યાં લગી આતમા તત્ત્વ ચીન્યો નહીં;
ત્યાં લગી સાઘના સર્વ જૂઠી.” એક ભેદી મળવો જોઈએ. તે જ સદ્ગુરુ ભગવંત છે. શાસ્ત્રમાં ગુરુગમ રહી ગઈ, તે ગુરુગમ અહીં કહેવાય છે.
અસંગ અપ્રતિબંઘ એક આત્મા જ બતાવવો છે. એ ઉપર ભાવ જાય માટે એ ઉપર દ્રષ્ટિ નખાવવી છે. અનાદિકાળથી આમાં ગૂંચવાઈ રહ્યો છે. તે ગૂંચાળામાંથી આત્મા ઉપર દ્રષ્ટિ નખાવવી છે. દ્રષ્ટિ ફેરવવાની જરૂર છે. જ્યારે ત્યારે મૂકવું પડશે.
વૃત્તિ ફરતી જ છે. હવે વૃત્તિને સ્થિર કરવી છે. બાહ્યવૃત્તિમાં રહી, બાહ્ય આત્મામાં રહી કામ શું વળે ? આત્મામાં વૃત્તિ વળે, અંતર આત્મામાં પરિણામ થાય અને તેથી સેંકડો ભવ છૂટી જાય એમ કરવાની જરૂર છે. માટે સમાગમ, સત્સંગ, બોઘ–એ મેળવવાની કામના રાખવી, એની ભાવના રાખવી. જીવ ખોટી થઈ રહ્યો છે બધેય. ક્યાંય ખોટી થઈ રહેવા જેવું નથી. એક આત્માને શાંતિ કરવી છે. “શાંતિ પમાડે તેને સંત કહીએ.” ખોજતાં ખોજતાં મળી આવશે.
કાળ જાય છે. મનુષ્ય ભવ દુર્લભ છે. ક્ષણ લાખેણી જાય છે. આત્મા જોયો નથી. જ્ઞાનીના શરણાથી ભાવ સારા થાય.
આબુ, તા.૯-૬-૩૫ જગતમાં માયાનું સ્વરૂપ છે. તેની બધી વાતો કરી પણ એક આત્મા વિષે “હું કોણ છું?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org