________________
૩૩૮
ઉપદેશામૃત સMા છત્તા વિરુત્તા ય, લુહાણ ) સુદીન ' આત્મા જ સુખનો અને દુઃખનો દેનાર છે. સદ્ગુરુ ઉપદેશ આપી ઊભા રહે. બ્રાહ્મણ પરણાવી આપે, પણ ઘર ન ચલાવી આપે.' પોતે બોઘ પ્રમાણે પ્રવર્તે નહીં અને અવળો ચાલે તો સદ્ગુરુ શું કરે? “જબ જાએંગે આતમા, તબ લાગેંગે રંગ.” પોતાનો આત્મા જ બોઘને પણ ગ્રહણ કરનાર છે. અને તે મંડી પડશે ત્યારે કામ થશે. “તમે તારો, તમે બધું કરશો,” એવું કૃપાળુદેવને અમે કહેલું. તો કહેલું કે આટલું તમારે કરવું પડશે–વાસના, રાગદ્વેષ જીંડવા પડશે; તે કોઈ નહીં કરી આપે, પોતાને જ બળ કરવું પડશે.
મહા સુદ ૧૨-૧૩, મંગળ-બુઘ, સં. ૧૯૮૯ આજ્ઞા એટલે શું ?
સન્દુરુષ ઉપર એવી શ્રદ્ધા કે તે કહે છે તે સાચું છે, તેના ઉપર પ્રેમ થાય, તેના વચનનું શ્રવણ થાય; તે સાંભળીને સાચું માને અને તે પ્રમાણે વર્તવાના ભાવ થાય; એ પ્રમાણે ભાવનું પલટવું તે આજ્ઞા છે.
ચૈત્ર વદ ૪, સં. ૧૯૮૯ જગત આત્મારૂપ માનવામાં આવે.' પરને પુદ્ગલમાં કાઢી નાખી આત્માને જોવો. જોનાર હોય તો જોવાય છે. તેને પડી મૂકીને જોવાની ટેવ છે તે બદલી નાખવી. ફરવું પડશે.
જેઠ વદ ૧૩, સં. ૧૯૮૯, તા.૨૦-૬-૩૩ ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ' મંત્રનું સ્મરણ નિરંતર કર્તવ્ય છે. હાલ તે બની શકે તેમ છે. પછી જે બાકી રહે છે તે પણ અવશ્ય પ્રાપ્ત થશે.
શ્રાવણ વદ ૦)), સોમ, સં. ૧૯૮૯, તા. ૨૧-૮-૩૩ [‘સમયસારના ‘આસ્રવ અધિકારના વાંચનમાં “જ્ઞાની શાથી કહેવાય છે ?' એ પ્રશ્ન પ્રસંગે.] તેનો શું મર્મ છે ? શું રહસ્ય જાય છે !
સપુરુષ ઉપર શ્રદ્ધા થાય, શાસ્ત્રના વાંચનથી તે શ્રદ્ધાને પોષ મળે અને આત્મા ઓળખવા જીવને તીવ્રતા જાગે ત્યારે પુરુષના બોઘે એવી શ્રદ્ધા થાય કે આ આત્માનું સ્વરૂપ છે. એટલે
૧. ૨૦, ૩–ઉત્તરાધ્યયન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org