________________
૩૦૦
ઉપદેશામૃત એક સર્વ જે કહ્યું હોય અને દીઠું હોય તે માન્ય રાખી કલ્પના કરવામાં દોષ નથી. કોઈ બાળકને કહીએ કે આ દાબડી છે. પણ તેના માબાપ ભણી દ્રષ્ટિ કરે અને તે કહે કે ચશ્માં છે. તો તે કહે, “ચશ્માં છે. હા! ચશ્માં, ચશ્માં” એમ સ્વીકારીને તેને મોઢે કરી દે છે. તેમ એક સર્વજ્ઞની શ્રદ્ધા હોય તેને બીજાનું માન્ય તો ન હોય; પણ તેને માથે રાખીને કલ્પના, ચર્ચા કરવામાં હરકત નથી. મારું ઘારેલું સાચું છે અને આ કહે છે તે ખોટું છે, એવું માત્ર ન ઘારવું. પણ જેમ સર્વ જોયું છે તેમ જ છે, અને તે જ સાચું છે; પણ આ તો તેનું કહેલું સમજવાને પ્રયત્નો છે. કાંટે ફાળિયું ભરાય ત્યાં ખળી રહેવા જેવું નથી, રાત ગાળવા જેવું નથી. સર્વ જોયું હોય તે સત્ય ગણી આગળ ચાલવું; યોગ્યતા વધારવી.
તા.૨૯-૧-૨૬ [ગોમટ્ટસારજીમાં ભાવમન અને દ્રવ્યમનનું સ્વરૂપ તથા શ્વાસોચ્છવાસને પૌદ્ગલિક વર્ણવી શરીરરૂપી જડ પૂતળાને હલાવનાર ચલાવનાર (પ્રેરક) કોઈ ચેતનસત્તા હોવી જોઈએ એમ બતાવી આત્માના અસ્તિત્વની સિદ્ધિ સૂક્ષ્મ વિચારણા સાથે કરી છે તે સંબંઘી વાંચન પ્રસંગે.]
મુનિ મોહનલાલજી–અહોહો ! આવું વર્ણન ક્યાંય બીજા શાસ્ત્રમાં નથી. પ્રભુશ્રી– “ગ્રહે અરૂપી રૂપીને, એ અચરજની વાત;
જીવ બંઘન જાણે નહીં, કેવો જિનસિદ્ધાંત !” આમાં શું કૂંચી મૂકી છે? કોઈ માત્રા કે ઘાતુપુષ્ટિની દવા તલ જેટલી ખાધી હોય; પણ તેને લગતું અનુપાન વગેરે મળતાં શિયાળામાં કેવી પુષ્ટિ દે છે? આ તો ખોટું દ્રષ્ટાંત માત્ર વાત સમજાવવા કહ્યું છે, તેમ કૃપાળુદેવે એવો એવો મર્મ મૂક્યો છે કે તેની ખૂબી હવે સમજાય છે. મોટો ઉપકાર એનો; નહીં તો આ સ્થિતિ ક્યાંથી? આ બધું એને લઈને છે. એથી સમકિતનું પોષણ થાય છે. જેમ હોય તેમ કહેવું ઘટે છે. બાકી, બીજા મહાપુરુષોનો ય ઉપકાર માનવો છે; પણ એણે કહેલું તો કંઈ અપૂર્વ છે. પછીની કડીમાં કહ્યું છે :
પ્રથમ દેહદૃષ્ટિ હતી, તેથી ભાસ્યો દેહ;
હવે દૃષ્ટિ થઈ આત્મમાં, ગયો દેહથી નેહ.” કેવી વાત મૂકી છે! યોગ્યતા હોય તેટલું સમજાય. કોઈ નાટક જોવા જાય અને તાળીઓ પાડે અને “અહોહો ! આજનો ખેલ કેવો સરસ છે' એમ કહે ત્યાં બંઘન છે; અને અહીં “અહોહો” કહે તેમાં ક્યારામાં પાણી જાય છે, પોષણ થાય છે. મુનિ મો– “હોય ને ચેતનપ્રેરણા, કોણ ગ્રહે તો કર્મ?
જડ સ્વભાવ નહિ પ્રેરણા, જુઓ વિચારી ઘર્મ.” એમાં પ્રેરણા શબ્દ છે તે આ સાંભળ્યા પછી વિશેષ સમજાયો. પહેલાં ફુરણા કે એવો અનિશ્ચિત અર્થ સમજાયો હતો; તે હવે આ પૂતળાંના દ્રષ્ટાંતથી “હલાવનાર, ચલાવનાર' એમ ચોક્કસ સમજાયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org