________________
૨૬૮
ઉપદેશામૃત
ખેતરમાં જવું હોય અને અહીં આવતું રહેવાય છે. એ ઉપરથી અમે તો જાણીએ કે આ સાચું છે. ૮. મુમુક્ષુ—સંસારભાવ મોળો પડે તે ઉપરથી જણાય.
મુનિ મોહનલાલજી—દેવકરણજીના બોથથી હું સંસાર છોડી સાધુ થયો. આપના ઉપર પણ પૂજ્યભાવ ખરો. પણ પછી કૃપાળુદેવ સાથે આપનો સંબંધ થયા પછી આપ અને આપના શિષ્ય દેવકરણજી બન્ને ઉપરથી ભાવ ઊઠી ગયો અને આપનાં વગોણાં કરતો. પછી એક ભાવનગરના સાધુ પાસે આચારાંગ સૂત્ર ભણવા રહ્યો. તેમણે કહ્યું કે આપણને સમજવું આટલું મુશ્કેલ પડે છે પણ શ્રીમદ્ રાજચંદ્ર કરીને એક પુરુષ છે તે તો જાણે મહાવીરનું હૃદય જાણ્યું હોય તેમ તેનો અર્થ કરે છે. એટલે મેં કહ્યું કે એમ ? તો કહે, ‘એમ !' એટલે પશ્ચાત્તાપ કરવા લાગ્યો કે દેવકરણજી અને મોટા મહારાજને અવગણ્યા તે ખોટું થયું. એટલે તે સાધુએ કહ્યું કે એમની જો આશાતના કરી તો માર્યા ગયા જાણજો. તેથી એકદમ આપને મળવાની ઇચ્છા જાગી. એક પરમ સ્નેહી સાધુ હતો. તેને મેં આગળ મોકલ્યો કે આપની ચર્યા જુએ અને તેને જે લાગે તે કહે. પછી હું એકાદ માસ બાદ ખંભાત તરફ ગયો. ત્યાં તો રસ્તામાં પેલો સાધુ એક માસ આપનો સમાગમ કરી મને મળ્યો. તેને પૂછ્યું પણ કંઈ કહે નહીં, પછી વધારે પૂછ્યું એટલે કહ્યું કે ચોથા આરાના બન્ને પુરુષ છે. એટલે વળી જિજ્ઞાસા વધી. બીજા બધા ખેડા ગામમાં ગયા. હું તો આપને મળવા એક બંગલામાં રોજ આપ જાઓ છો એમ મને ખબર મળી કે ત્યાં ગયો. નદી કિનારે વિશ્વાસીનો ચાર માળનો બંગલો હતો. તેના ઉપલા માળે આપ કંઈ બોલતા હતા. મેં દાદરામાં રહી આપ શું કરો છો તે જોયું. 'ઘડીક પ્રણામ કરતા, કોઈ વખત ગાથા બોલતા, કોઈ વખત ઊભા જ રહેતા. એ બધી ચર્ચા ઉપરથી આપની કોઈ અલૌકિક દશા લાગતી હતી ! પછી ગામમાં જવાનો વખત થવા આવ્યો હતો. એટલે પ્રણામ કરી બેઠો અને પછી ગામમાં ગયો. ત્યાં કોઈની સાથે આપ બોલતા નહીં, માત્ર સાધુ સાથે જ કંઈ પૂછે તો બોલો; નહીં તો શાંત જ રહેતા.
પછી ખંભાત પધાર્યા ત્યારે સાથે ચોમાસું ગાળવાનો લાભ મળ્યો. અંબાલાલભાઈની વૈરાગ્યદશા અને આપની સાથે આખી રાત તેમને વાતો ચાલતી તે બધું જોઈને મને ચમત્કાર લાગી ગયો અને તે જ ચોમાસામાં શ્રીમદ્ રાજચંદ્ર-કૃપાળુદેવ પધાર્યા અને એક અઠવાડિયું મુનિઓને બોધ આપ્યો. આપે પહેલાં મુમતી નાખી દીધી અને પછી થયું, “શું કહેશે ? પૂછ્યા વગર કર્યું તે ઠીક કહેવાય ?’’ એ વિચારથી એક કલાક સુધી આપને આંસુની ઘાર ચાલી અને કૃપાળુદેવની આંખમાંથી પણ આંસુ ઝરવા લાગ્યા ! બધા સ્તબ્ધ થઈ ગયા. પછી પરમ કૃપાળુદેવે દેવકરણજીને કહ્યું કે મહારાજને મુમતી આપો અને જણાવો કે હજી પહેરવાની જરૂર છે. પછી દેવકરણજીએ મને એક બાજુ બોલાવી કહ્યું : “જેમણે દોઢ માસનો દીકરો અને બ્યાશી વરસની ડોસી છોડી, સાધુપણું લીધું તે જે પુરુષને ગ્રહણ કરે તે અમથા કરતા હશે ? જે એમનું થાય તે મારું થજો, એમ આજથી ગણી લે અને તેમાં તારું કલ્યાણ થશે.'' એટલે તે દિવસથી કૃપાળુ દેવ પર આસ્થા થઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org