________________
૨૮૬
ઉપદેશામૃત આ બધું અને તેનો નિર્ણય’ એ પત્ર ૩૭૩ માં એ જ વાત આવી છે. ૪૩૦ મા પત્રમાં જણાવેલા પ્રતિબંઘ દરેકને વિચારવા જોગ છે.
“અસંગપણું એટલે આત્માર્થ સિવાયના સંગપ્રસંગમાં પડવું નહીં, સંસારના સંગીના સંગમાં વાતચીતાદિ પ્રસંગ શિષ્યાદિ કરવાના કારણે રાખવો નહી, શિષ્યાદિ કરવા સાથે ગૃહવાસી વેષવાળાને ફેરવવા નહીં. દીક્ષા લે તો તારું કલ્યાણ થશે એવાં વાક્ય તીર્થકરદેવ કહેતા નહોતા. તેનો હેતુ એક એ પણ હતો કે એમ કહેવું એ પણ તેનો અભિપ્રાય ઉત્પન્ન થવા પહેલાં તેને દીક્ષા આપવી છે; તે કલ્યાણ નથી. જેમાં તીર્થંકરદેવ આવા વિચારથી વર્યા છે, તેમાં આપણે છ છ માસ દીક્ષા લેવાનો ઉપદેશ જારી રાખી તેને શિષ્ય કરીએ છીએ તે માત્ર શિષ્યાર્થ છે, આત્માર્થ નથી. પુસ્તક છે તે જ્ઞાનના આરાઘનને અર્થે સર્વ પ્રકારના પોતાના મમત્વભાવ રહિત રખાય તો જ આત્માર્થ છે, નહીં તો મહાન પ્રતિબંઘ છે. તે પણ વિચારવા યોગ્ય છે.
આ ક્ષેત્ર આપણું છે, અને તે ક્ષેત્ર જાળવવા ચાતુર્માસ ત્યાં રહેવા માટે જે વિચાર કરવામાં આવે છે તે ક્ષેત્રપ્રતિબંઘ છે. તીર્થંકરદેવ તો એમ કહે છે કે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી એ ચારે પ્રતિબંઘથી જો આત્માર્થ થતો હોય અથવા નિગ્રંથ થવાતું હોય તો તે તીર્થંકરદેવના માર્ગમાં નહીં, પણ સંસારના માર્ગમાં છે.”
આ વાત કોઈ વાંચે તો કેવું પરિણામ થાય? કોઈ પણ સાધુને પોતાના દોષ જાણવાનું આ સાઘન છે.
[‘ગોમટ્ટસાર’માંથી જ્ઞાનમાર્ગણા વંચાતાં.] મિથ્યાત્વ જતાં શ્રદ્ધા થાય. પણ શ્રદ્ધા આવ્યા પહેલાં શું કરવું? મનોનિગ્રહના પાઠમાં આવ્યું હતું તે યોગ્યતા આપે તેવું છે. “એક મત આપડી કે ઊભે માર્ગે તાપડી', એ તો શ્રદ્ધા આવ્યા પછી થાય. પણ તે પહેલાં તો યોગ્યતા લાવવા, તે ટકાવી રાખવા મહેનત કરવી પડે. દવા આપતા પહેલાં રેચ આપીને પછી ચરી પાળવાની હોય છે. તેવી યોગ્યતા કે દશા લાવવાની વાત છે. જો પોતાનામાં ગુણ પ્રગટ્યો છે એમ જોવા જાય તો પાછું જેમ બાળકને ખજૂરની ચરી હોય ને તે ખાઈ ગયો હોય તો અરર! ફરી રેચ આપવો પડશે અને બધું નકામું ગયું એમ ગણાય છે, તેમ પાંગરો ન રહે, લાંબાટૂંકા હાથપગ કરે તેને માબાપ કહે કે સમો રહેને હવે; તેમ ઘર્મમાં પણ માત્ર કંગાલ, રાંકની પેઠે દીન થઈ પડી રહેવા જેવું છે. ઉપદેશ આપવા કે ડહાપણ કરવા જેવું નથી. પણ એક સપુરુષે માન્ય કર્યું છે, તેણે દીઠું છે તે જ ખરું છે એ નિશાન, લક્ષ રાખવા જેવું છે; તે ભૂલી જવા જેવું નથી. જો પોતાનામાં જોવા જાય તો શું દેખે ? અંધારું, તર્કવિતર્કનું જાળું. જ્યાં એટલી દશા આવી નથી, યોગ્યતા થઈ નથી ત્યાં શું જણાય? એ તો જરા મોટો થાય, વયે આવે ત્યારે સમજાય એવું હોય, તેનું કેમ કરવું? “સાકર આવી હોય, એમ કહ્યું તેનો ખ્યાલ ન આવે, પણ જેમ એકે ચાખી હોય તેમ બીજો ચાખે ત્યારે ખબર પડે કે તે આવી હોય. પરીક્ષાપ્રઘાનપણું વયે, યોગ્યતાએ આવે છે. ત્યાં સુધી તે શી રીતે પરીક્ષા કરશે? કયા માપે માપશે? ઊંઘી માણે પાણી ભરાય? ગઈ કાલે એક ભાઈ વાત કરતા હતા, કે પશ્ચિમમાં રાગ-દ્વેષ મટવાનાં ચિહ્ન જણાય છે; પણ જ્ઞાનીએ જોયું છે તે સાચું છે. એટલે જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org