________________
ઉપદેશસંગ્રહ-૨
૨૮૭ ઊભા રહેવા જેવું છે. એ ભાઈ તો મનમાં એમ માને છે કે મારી સમજ સમ્યક છે. પણ જો, શું નીકળ્યું! પુણ્યના ભોગે બધું મળી આવે, પણ સમજની વાત ન્યારી છે ! તે ઉદાર છે તેની ના નહીં અને કંઈક તેવા જોગે જ આ જે છે તે દેખાય છે.
મુનિ મો—જે મિથ્યાત્વમાં હોય છે તે ઉદારતા બતાવે કે ગમે તે પ્રવૃત્તિ કરે તો પણ કર્મ વઘાર્થે જાય છે; અને સમકિતી જીવને નિર્જરા થયે જાય છે. ઊલટું વઘારે ક્ષયોપશમવાળાની પાસે વઘારે કચરો હોય. ગણતરી તો સમકિતની છે.
મુમુક્ષુપ્રભુ, કોઈ જીવને મૂકવું હોય પણ મુકાતું ન હોય, સમજાતું ન હોય કે કેમ મૂકવું; તેનું કેમ?
પ્રભુશ્રી–કંઈક એ જ રહ્યું છે. મૂકવાનું એવું ક્યાં દેખાય એવું છે કે, નખ વધેલો હોય તો તેને કાપી નાખીએ તેમ, દૂર થાય? પણ જે જ્ઞાનીની દૃષ્ટિએ સાચું નથી તેને સાચું માનવું નહીં. પછી ભલેને બધું પડ્યું રહ્યું ! એ તો એનો કાળ આવ્યું જશે.
પરંતુ કોઈ વીસ વર્ષનો પુત્ર મરી જાય તો એમ ન થવું જોઈએ કે હાય ! હાય ! છોકરો મરી ગયો. પણ પહેલેથી નક્કી કરી મૂકવું કે “મરણ તો છે જ; અને આ બધું ખોટું છે, સ્વપ્ન જેવું છે. જીવે તો ય શું ને મરે તો ય શું?' કોઈ ગાળ ભાંડે તો ઊલટું “મારું પાપ ધોવાય છે, કર્મ જાય છે', એમ એકને થાય છે અને બીજાને “મને કહ્યું” એમ લાગે છે; પણ એવી સમજ ફર્યો ખોટું ન લાગે ત્યારે સમજવું કે શ્રદ્ધા જ્ઞાનીએ કહી તેમ છે. નહીં તો “મને શ્રદ્ધા છે' એમ કહે તેથી શું વળે? ભેદ પડવો જોઈએ. કામ કરતા છતાં તે ખરું નથી, રાખનાં પડીકાં જેવું છે, એમ લાગે.
કોઈ એમ જણાવે કે કાલે તારું મરણ છે તો પછી બીજામાં તેનું મન રહે? મન પાછું ઓસરે, ઉદાસ રહે. તેમ મરણને યાદ રાખ્યા કરવાથી યોગ્યતા આવે છે. મમતા ઓછી થાય તેમ કરવું. ઠાર ઠાર મરી જવા જેવું છે. જ્ઞાની પુરુષનો આશ્રય મહાભાગ્ય પ્રાપ્ત થાય છે. આપણને કૃપાળુદેવનો આશ્રય પ્રાપ્ત થયો છે તે કોઈ ને કોઈ પૂર્વકર્મના સંયોગે થયો છે ને? તે જો સાચી દ્રષ્ટિ થઈ હોય તો એક કુટુંબ જેવું લાગે. કુટુંબમાં જેમ એક વઘારે કમાય એક ઓછું કમાય, પણ બધા કુટુંબીઓ ગણાય; તેવું રહે.
મરણ વખતે શોક કે ખેદ થવો ન જોઈએ. જેમ ઢોરને નવે ઘેર કે નવે ખીલે બાંધે ત્યાં તેને પણ ગમતું નથી, તેમ આ દેહમાંથી નીકળવું જીવને ગમતું નથી. વસ્ત્રના જેવો સંબંધ જીવને દેહ સાથે છે. તે તો જ્ઞાનીએ જાણ્યો છે.
મુનિ મો—કોઈ માણસે ઘન દાઢ્યું હોય અને ચોર લઈ ગયા પછી જમીન સરખી હતી તેવી કરે તો ખબર ન પડે ત્યાં સુધી ખેદ થતો નથી, પણ જાણે છે ત્યારે ખેદ થાય છે. તેમ ક્ષણે ક્ષણે મરણ થાય છે તેની ખબર નથી પણ મરણ વખતે દેહ છૂટતી વખતે ખેદ કરે છે.
પ્રભુશ્રી–તેનો હોય તો છૂટે શાનો? પારકું હોય તેટલું જાય. મરણ સંભારનારમાં એવા પણ સ્યાદ્વાદી હોય છે કે મરણ આવશે તો એકઠું કરેલું છોકરાં ખાશે એમ કહે પણ વૈરાગ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org