________________
૨૮૮
ઉપદેશામૃત પામતા નથી. આત્મા ક્યાં કોઈનો છોકરો થયો છે? પણ વ્યવહારે હોય તે કહેવાય. રાખનાં પડીકાં જેવો વ્યવહાર કરી નાખવો. કારણ કે તે બધું ખોટું નીકળ્યું છે, તેમાં સાર નથી. તે ક્યાં આત્માના ગુણ છે ? આત્મા જ સત્ય છે.
તા. ૧૧-૧-૨૬
[‘મૂળાચાર' વંચાતાં] શંકા - તત્ત્વની સમજ એ સમકિતનું કારણ છે અને તેમાં શંકા તે સમકિતનો ઘાત કરે છે.
તેવું નહીં કરવું. કાંક્ષા – ત્રણ પ્રકારે : (૧) આ લોકની સંપત્તિની ઇચ્છા, (૨) પરલોકની સંપત્તિની ઇચ્છા અને
(૩) કુળઘર્મની (લૌકિક ઘર્મની) ઇચ્છા. (૧) “આ લોકની અલ્પ પણ સુખેચ્છા' હોય તો સમકિત જ નથી. આખી રાત એનો
વિચાર કર્યો હોયખાવાની ઇચ્છા, પહેરવાની ઇચ્છા, ઊંઘવાની ઇચ્છા, સુખની
ઇચ્છા; ઘન, પુત્ર વગેરે સંબંધી વિચાર કરે–તો ભુલવણી સમજાય. (૨) પરલોકની–દેવતાના સુખની વૈભવની ઇચ્છા. અને (૩) લૌકિક ઘર્મ–માતાપિતા-પુત્રના ઘર્મ, ફરજ, કહેવાતા ઘર્મ એ કંઈ આત્માના ઘર્મ છે? સમ્યજ્ઞાન-દર્શનચારિત્ર એ આત્માના ઘર્મ છે.
અહો ! એ પુરુષનો ઉપકાર ! એક “આ લોકની અલ્પ પણ સુખેચ્છા'માં કેટલો અર્થ સમજાવ્યો છે? તેના એક શબ્દનો પણ ક્યાં વિચાર થયો છે? વિચિકિત્સા–એ ત્રીજો દોષ. તેમાં મુનિરાજનાં મળમૂત્રાદિ વિષે ગ્લાનિ કર્તવ્ય નથી, પણ વિનય એ મોટો ગુણ છે, ઘર્મ પામવાનું કારણ છે.
અમે તો માત્ર બે બોલ કાનમાં પડે તેટલા માટે પરાણે સભામાં આવીએ અને જરૂરનું લાગે તો ભલે બોલીએ. પણ હવે અમારે ભાષાનાં પુદ્ગલ કંઈ વ્યવસ્થિત જોઈએ તેવાં છે? પરાણે ખેંચીને કંઈક બોલીએ, તેમાંય ખારાશ વર્તે છે. અમારે તો એમાં જ કાળ ગાળવો છે. કૃપાળુદેવે જણાવ્યું છે તેમ તેના ઉપર જેની દ્રષ્ટિ હોય તેમણે હવે અમારી સંભાળ રાખવી ઘટે, છોકરા જેમ ડોસાની અવસ્થા થતાં સંભાળ લે તેમ કરવું જોઈએ. અમારાથી હવે કાંઈ બોલાય છે? નહીં તો દોડ પણ કરીએ. પણ પહેલેથી અમારી તો ભાવના જ એવી છે કે કંઈક સાંભળીએ; કોઈ સંભળાવે તો સાંભળ સાંભળ કરીએ એવું રહેતું અને હજી રહે છે. કાળ તો જાય છે ને? બીજું હવે શું કરવું છે?
એક બ્રાહ્મણ હતો. તે ભણવા ગયો. ભણીને બીજા બ્રાહ્મણોની સાથે તે પાછો જંગલમાં થઈ ઘેર આવતો હતો. રસ્તામાં એક વાઘ દીઠો. બીજા બઘા તો નાસી ગયા. પણ પેલો બ્રાહ્મણ પશુની ભાષા પણ બોલી જાણતો. તેણે વાઘને તેની ભાષામાં ઘર્મનો ઉપદેશ કર્યો અને કથા કહી. તેથી વાઘ પ્રસન્ન થયો. તેથી તેણે મરેલાં માણસો વગેરેના શરીર ઉપરનાં ઘરેણાં, માલ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org