________________
ઉપદેશસંગ્રહ-૧
૧૯૩
છે, માટે મેલને બઘી પંચાત, મેલને પડ્યું. આત્મા જો, તો બીજું થઈ ગયું. જોવાણું નથી, ભાવ તથા પ્રતીતિ નથી. આ બધાં વિન્ન કરનારાં છે. લૂગડું કોરે કરે તો દેખાય. માટે દેખવાનું છે. એક મોટામાં મોટી વાત શુદ્ધભાવની છે, માટે ચેતજો. લાગ આવ્યો છે. તું અસંગ છે. ઘણું કર્યું તે બધું મારું ન જાણ. કુટુંબ-પિરવાર બધું પર છે; મારું ન જાણ. આ સંભળાય છે કે ? ઘ્યાનમાં લે ન લે, ગણે ન ગણે તો ભલે ! મારે શું ? જે છે તે છે આત્મા. તે છે તો ખરો. તેના ઉપર દૃષ્ટિ નથી, ભાવ નથી. ટૂંકામાં કહું તો ‘વાત છે માન્યાની.' માનીશ ? તો કે હા; તો જા, જા; કામ થઈ ગયું. બીજું હવે ન જો; ખાજાંની ભૂક૨ીથી પણ પેટ ભરાય. માટે જ્યાં છે, ત્યાં છે. તે કર્તવ્ય છે. આવો જોગ ક્યાંથી મળે ? નહીં મળે; માટે ચેતો. આત્મા ન હોય તો કોણ સાંભળે ? બધાં મડદાં કહેવાય. વસ્તુ બે : જડ અને ચેતન. ચેતન તે જડ નહીં થાય અને જડ તે ચેતન નહીં થાય. ‘ભણ્યો પણ ગણ્યો નહીં.' ‘આત્મા, આત્મા' વાત કરે છે, પણ જાણ્યો નથી તો દર્શન તો ક્યાંથી ? એક બોધ સાંભળે તો કામ થઈ જાય. કોણ સાંભળે છે ? આત્મા. એક અપૂર્વ દૃઢ કરવા જેવું શું છે ? વિશ્વાસ નથી; પ્રતીતિ નથી. કોઈ વસ્તુ ભીંત ઉપર ચોડે છે તો એક તો ઊખડી જાય છે અને એક તો ચોંટી જાય છે માટે તેવી એક ચોટ છે તે શું છે ? હમણાં ઓહોહો કરી નાખે કે મારે મોઢે છે, હું જાણું છું. થઈ રહ્યું ! જવા દે; તને ખબર નથી. અવસર આવ્યો છે. જ્ઞાનીપુરુષોએ દયા અને કરુણા કરી છે. તે શું છે ? તો કે ‘છ પદનો પત્ર.’ ‘આત્મા છે, નિત્ય છે, કર્તા છે, ભોક્તા છે, મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે.' અપૂર્વ વાત ભણ્યો, પણ શું છે તેની ખબર નથી, છોકરાના હાથમાં ચિંતામણિ આવ્યો પણ તેને ખબર નથી તેમ. માટે ચેત, અવસર આવ્યો છે. ચિંતામણિ છે. છ પદથી શું થાય છે ? જો રોજ દિનપ્રતિ ભણે, સાંભળે તો તેની સારી ગતિ થાય, દેવગતિ થાય. બીજાં સુખ કંઈ નથી. પણ મનુષ્યભવ દુર્લભ છે. તેમાં સમ્યક્ત્વ પામ્યાનો લાગ છે; તે ચેતવણી. કોઈ વસ્તુ ચૂલે મૂકી હોય અને તેની સંભાળ ન રાખે તો બળી જાય અને ખાવા ન મળે. તેમ આટલા ભવમાં કર્તવ્ય છે પત્રને ફેરવવાનું-મનન તથા સ્મરણ કરવાનું. ફક્ત પા કલાક થાય. તે પણ શું ન બને ? વ્યાધિ વખતે ન બને પણ સુખશાતામાં તો બને ને ? આ તો ઘણા ફેરા કહે છે અને કહેતા આવ્યા છે—આમ કરવાથી આમાં બહુ ભૂલ થાય છે.
“તે પત્રમાં આપ દર્શાવો છો કે કોઈ પણ માર્ગથી આધ્યાત્મિક જ્ઞાન સંપાદન કરવું; એ જ્ઞાનીઓનો ઉપદેશ છે, આ વચન મને પણ સંમત છે.'
૧. દુકાળના વખતમાં કેટલાક મજૂરો ટોપલા અને કોદાળીપાવડા લઈને મજૂરી કરવા જતા હતા. તેમને જોઈને કંદોઈની છોકરીએ તેના પિતાને પૂછ્યું કે આ બધા ક્યાં જાય છે ? કંદોઈએ કહ્યું, મજૂરી કરવા જાય છે. તેણે પૂછ્યું, કેમ મજૂરી કરવા જાય છે ? કંદોઈએ કહ્યું, દુકાળમાં ખાવાનું મળે નહીં, માટે મહેનત કરીને પેટ ભરવાનું કરે છે. ત્યારે તે છોકરીએ કહ્યું કે ‘આ ખાજાંની ભૂકરી ખાય નહીં ?' કંદોઈએ કહ્યું, ‘એ તો તને મળે, પણ એમને ક્યાંથી મળે ?'
તેમ સત્સંગનો દુકાળ છે. તે શોધ્યો પણ મળવો મુશ્કેલ છે. પણ જેને પૂર્વના પુણ્ય વડે સત્સંગ મળ્યો છે તેને એમ થાય કે ‘બધા આવો સત્સંગ ન કરે ?' પણ પુણ્ય વિના સત્સંગ કરવો ય સૂઝે એમ નથી, તેમ મળવો પણ દુર્લભ છે.
13
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org