________________
ઉપદેશ સંગ્રહ–૧
૧૯૧ નહીં પાવે. માટે કંઈક જોઈશે. ખામી શેની છે? યોગ્યતાની. સાંભળ્યું, સાંભળ્યું કહેવાય છે, પણ સાંભળ્યું નથી. નામ છે, વાતો કરે છે; પણ પરિણમ્યું નથી. વાત છે પરિણમ્યાની, પાપનો મોટો બાપ ભાવ છે. તે વગર કોઈને નહીં થાય. ક્ષણે ક્ષણે વૃત્તિ પલટાય છે, માટે બીજું જુએ છે, તે નોય. “એ મળે, એ સુણ્ય અને એ શ્રધ્યે જ છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે.” બીજું શું કહ્યું? “આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું.” “વાતે વડાં ન થાય.” પરિણમ્ય છૂટકો. પરિણમવું શું છે ?
અત્યારે પુરુષાર્થ કીઘો પણ અવળો. ઊંઘમાં પણ બોલી ઊઠે : “હું'; પણ આ હાથ લાગ્યો નથી. આ આંખેથી નહીં જોવાય; તે માટે દિવ્ય ચક્ષુ જોઈશે. અને એ જોઈએ છે. એનું નામ જ્ઞાન પાડ્યું. દિવ્ય ચક્ષુ કહો, દીવો કહો–બઘો ય બોઘ છે; પણ સમજાયું નથી. કોઈને કહે કે ભાઈ, આમ થઈને આ તરફથી આવજે તો ત્યાંથી અવાય; બીજેથી અવાય નહીં. “એ મળે, એ સુશ્કે અને એ શ્રધ્યે જ છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે.” એ વચન લેવું છે. માન્ય એ છે, ભાવના એ કરાવવી છે. આ કોઈ “ગોકુળ ગામનો પિંડો હિ ન્યારો.'
આ દેવવંદન છે તે જેમ-તેમ નથી. આમાં કર્મ ખપે છે. કરવા જેવું છે. પુણ્ય બંઘાય અને દેવગતિ થાય. જીવને ખબર નથી.
તા. ૨૨-૧૧-૩૫, સવારના પત્રાંક ૬૪નું વાંચન :
“પક્ષપાતો ન મે વીરે, : પવિપુ |
ઘુત્તમ નં યસ્થ, તી શાર્વ: રિપ્રદઃ II” –શ્રી હરિભદ્રાચાર્ય શું જોગ ! જાગૃત થઈ ગયો ? વચન અમૂલ્ય છે. એકેક વચનમાં અનંત આગમ સમાયાં છે. તે વચન કહેવાશે. મનુષ્યભવ દુર્લભ છે. તેમાં હાલ પાંચ ઇન્દ્રિય, જાણવું, દેખવું, સાંભળવું તે મનુષ્યભવને લઈને તેમાં સત્સંગ દુર્લભ છે. કાળ જાય છે. “સમર્થ ગોયમ મ મU' આ અલૌકિક વચન છે ! કામ છે ભાવનું. ભાવ થયો ત્યાં પરિણમવું થશે; ભાવ થવો જોઈએ. જેમ સંસારમાં કહે છે, તને તારું ભાન છે કે નહીં ? તેમ આ જીવને ભાન રાખી અવશ્ય શ્રવણ કરવું જોઈએ. સવને નાણે વિજ્ઞાળે” અત્યારે મનુષ્યભવમાં સાંભળવાની જોગવાઈ છે તે બહુ દુર્લભ છે. ફરી ફરી આવો જોગ નહીં મળે. સત્પરુષના એકેક વાક્યમાં, એકેક શબ્દમાં અનંત આગમ સમાયાં છે, તે કેમ હશે ? આ જીવનું ભૂંડું કર્યું કલ્પનાએ. ક્ષણે ક્ષણે વૃત્તિ પલટાય છે, સામાન્યપણું કરી નાખ્યું. સત્સંગ છે તે મહા દુર્લભ છે. સત્પરુષનો સમાગમ છે, તેનો બોધ છે, તેથી કર્મની કોડ ખપે છે. જીવને ભાન નથી. કાળ જાય છે અત્યારે, તે અપૂર્વ છે. હવે જવા દે, જવા દે; મરી ગયો અભિમાનમાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org