________________
ઉપદેશસંગ્રહ--૧
“થિંગ ઘણી માથે કિયા રે, કુણ ગંજે નર ખેટ ? વિમલ જિન દીઠાં લોયણ આજ.’' ઠરીને હિમ થઈ ગયા, માહિત થઈ ગયા, ભેદી થઈ ગયા. કંઈક કહે છે ને કે : “રંગરસિયા રંગ રસ બન્યો, મનમોહનજી;
કોઈ આગળ નવિ કહેવાય; મનડું મોહ્યું રે મનમોહનજી. વેધકતા વેધક લહે, મનમોહનજી;
બીજા બેઠા વા ખાય. મનડું મોહ્યું રે મનમોહનજી.’’
તેવું થયું ! આ ભાવ છે અને પ્રેમની વાણી તેને પ્રેમ કરાવે છે. યોગ્યતા પ્રમાણે દેખે છે. અરે ! વાણીમાં તો કંઈ કંઈ ભાવ થઈ જાય.
..
એક માણસની સાથે કોઈએ રૂપિયા બસોની શરત મારી કે આ કૂવો થકી જાય તો રૂપિયા બસો આપું. પેલા માણસે હા કહી; પણ કૂવા પાસે આવે અને વિચારમાં પડી જાય કે રખેને કૂવામાં પડી જઈશ, તેથી પાછો પડી જાય. ત્યાં એક બીજા માણસે હિમ્મત આપી કે ભલા માણસ, વિચાર શું કરે છે ? એમાં તે શું થેકવું છે ? માર થેકડો, જુએ છે શું ? જેવો કૂવા પાસે આવ્યો કે તરત પેલા માણસે ખોંખારીને હિમ્મત આપી : ‘હાં સાબાશ ! માર છલંગ' એટલે પેલો હિમ્મતથી થેકી ગયો અને રૂપિયા લીધા. પેલો હિમ્મત આપનાર કહે કે ભાઈ, અડઘા રૂપિયા મને મળવા જોઈએ, કારણ કે હિમ્મતનું બળ તો મારું હતું.
૨૦૭
તેમ સમજણ કરવાની છે, થઈ તો કામ થયું. માટે પોતે કર્યા વગર નહીં બને. અસંગ થવું પડશે, મેલવું પડશે—છૂટકો નથી. માટે સાંભળીને ઊભા થઈ જવું. તો કેવી વાત બની જાય ! પ્રેમ આગળ શું નેમ ?
એક ભરવાડ હતો. જંગલમાં ગાયો ચરાવે. એક દિવસ તેણે નારદજીને જોયા. તેમને સાદ કરી બોલાવીને પૂછ્યું કે ક્યાં જાઓ છો ? તો કહે, ભગવાન પાસે જાઉં છું. ભરવાડે કહ્યું : “પ્રભુને મારી આટલી વાત પૂછી લાવશો ?
નારદજી—શી ?
Jain Education International
ભરવાડ—હું રોજ પ્રભુને ઝૂમરો (સવારનો નાસ્તો) ઘરાવીને ખાઉં છું. તે તેમને પહોંચે છે કે નહીં ? બીજું, મને પ્રભુનાં દર્શન ક્યારે થશે ?
નારદજી—સારું, હું પૂછીશ.
પછી નારદજીએ પ્રભુને તે વાત પૂછી તો પ્રભુ કહે, “ઠૂમરો મને પહોંચે છે; પણ દર્શન તો તે જે આમલીના ઝાડ નીચે બેઠો છે તેનાં જેટલાં પાન છે તેટલા યુગ ગયા પછી થશે.'' નારદજી તો વિચારમાં પડી ગયા કે આ દર્શનની વાત જો હું ભરવાડને કહીશ તો બિચારાને આઘાત લાગશે. તેથી પાછા વળતાં એ તો ભરવાડને મળ્યા વિના પરબારા જ જવા લાગ્યા. પણ ભરવાડે દૂરથી જોયા કે સાદ કરીને બોલાવ્યા, અને પૂછ્યું : શું ઉત્તર છે પ્રભુનો ?
:
નારદજી—ઠૂમરો પોતે આરોગે છે. ભરવાડ—અને દર્શનનું શું કહ્યું ?
For Private & Personal Use Only
www.jainelibrary.org