________________
૨૧૮
ઉપદેશામૃત તદપિ કછુ હાથ હજુ ન પર્યો.” આટલું કર્યું, તો હવે ખામી શી રહી ?
માન–આત્માને ઓળખ્યો નહીં. પ્રભુશ્રી–આત્મા શાથી ઓળખાય ? માન–ઓળખવા માટે તો સાધુપણું લીધું છે અને તેનો પ્રયત્ન છે. પ્રભુશ્રી–તો હવે ખામી કંઈ આવે છે? મુમુક્ષુ જિનચંદ્રજીને) તમે કંઈ કહો છો ? જિનમને તો સાંભળવાની ઇચ્છા રહે છે.
પ્રભુશ્રી—એ તો ઠીક, પણ કંઈ સાંભળ્યું હોય તો તે કહેવું. જે હોય તે, એમાં શું ? વાત તો કરવી.
જિન–એવું જણાય છે કે આ જીવને મુખ્ય આઠ આત્મા છે; બીજી બાજુ અઢાર પાપસ્થાનક છે. પાપસ્થાનકમાં મિથ્યાદર્શનશલ્યની પ્રકૃતિ જ્યાં સુધી ઉદયમાં હોય ત્યાં સુધી પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશ બંધ થાય છે અને તે આત્માની સાથે જોડાયેલી છે. મિથ્યાત્વનું ઉપશાંતપણું કે લાયકપણું કરીને જો આત્માને ઓળખવા જાય તો બને. પ્રભુશ્રી—એમણે કહી દીધું : “મિથ્યાત્વ.” હવે એનો પ્રતિપક્ષી કોણ છે અને શું છે ?
[જિનચંદ્રજીને પ્રશ્ન પૂછ્યો; ત્યાં વચમાં જ] મુમુક્ષુ–પ્રતિપક્ષી સમકિત છે.
પ્રભુશ્રી—એમને કહેવા દો. વચમાં ડાહ્યા થાઓ છો એ શું ? અનંત કાળથી સમકિત આવ્યું હશે કે નહીં ?
જિન—ભવ્યને કોઈ વખતે આવ્યું હશે. સન્મુખપણું દેખાય ત્યારે વિશ્વાસરૂપે આવ્યું હશે. મોક્ષની ઇચ્છા થાય ત્યારે અનુમાન થાય કે આવ્યું હશે.
પ્રભુશ્રી–સક્ઝાયમાં આવે છે કે, “સમકિત નવિ લહ્યું રે, એ તો રૂલ્યો ચતુર્ગતિમાંહે ત્યાં સમકિતની ના કેમ પાડી છે ?
જિન—આ ગાથાના જે શબ્દો છે તે સામુદાયિક છે. સમકિત પામેલો પણ અર્ઘપુદ્ગલ પરાવર્તન રૂલી શકે છે, કંઈ એકાંત નથી; જેમ કે શ્રેણિક રાજા.
પ્રભુશ્રી–આ જીવનું ભૂંડું કરનાર રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા અને લોભ છે. વીતરાગ મારગ સમ છે. આપણે તો સાચના ખપી થવું.
જીવ અને ભવની વાત છે. સમક્તિ અસંખ્યાતી વાર આવે અને જાય; પણ યથાતથ્ય આવે ત્યારે મોક્ષે જાય છે, તે વગર ન જવાય. અભવીની વાત નથી, ભવાની છે. અને સમકિત આવ્યું તો મોક્ષે લઈ જાય. તે તો મોટી વાત છે. આ જીવ કરણી કરે છે તેનું ફળ મળે છે; તેથી નવ ગ્રેવેયક તથા બાર દેવલોકે જાય છે, તે પણ જીવને જ થાય છે. અને મોક્ષ પણ જીવને થાય છે. આ જીવનું ભૂંડું થાય છે સંકલ્પ-વિકલ્પથી અને પરભાવથી. સ્વભાવમાં રહે તો તે ન થાય. જ્ઞાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org