________________
ઉપદેશામૃત
નારદજી—આ આમલીનાં પાંદડાં છે ને ? તેટલા યુગ ગયા પછી દર્શન થશે.
આ સાંભળીને ભરવાડને તો આઘાત થવાને બદલે ઊલટો એવો ઉલ્લાસ ને પ્રેમ આવ્યો કે નાચતો કૂદતો ગાવા લાગ્યો : “મને પ્રભુનાં દર્શન થાશે હોં !''
૨૦૮
આવા પ્રેમના ઊભરાથી તરત પ્રભુએ દર્શન આપ્યાં. તે જોઈ નારદજીને આશ્ચર્ય થયું. પછી ધીમેથી પ્રભુને કહ્યું : “તમે આવું જ સાચું બોલો છો ?''
66
પ્રભુતમે એ વાત ન સમજ્યા. ભગતને આવ્યો પ્રેમ તો મારે શો નેમ ?
આમ છે. માટે હવે તારી વારે વાર. થઈ જા તૈયાર. જ્ઞાનીનું વચન છે કે શ્વાસોચ્છ્વાસમાં કોટિ કર્મ ખપે છે અને અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન થાય છે. આ વાત પોતાના હાથમાં છે. હાથ પકડ્યો પણ પાછો છોડી દે છે. માટે હાથ બરાબર પકડવો જોઈશે; ત્યારે હાથમાં આવશે. ખૂબી છે પકડવાની; પકડાણું તો કામ થઈ ગયું ! હવે પૂછે છે શું ? ચોળ-મજીઠનો રંગ લાગ્યો તો થઈ રહ્યું. ત્યાં આસ્રવમાં સંવર છે. આવી તો જેની ખૂબી છે ! બહુ કામ થાય છે. આખો ભવસમુદ્ર તરી જાય. પણ ખામી છે કંઈક, એટલે નથી કહેવાતું.
મુમુક્ષુકૃપાળુદેવે અમને આઠ દૃષ્ટિમાંની એક દૃષ્ટિની ગાથાના અર્થ સંભળાવ્યા છે. માટે હવે આપ કંઈક આપો.
પ્રભુશ્રી—કૃપાળુ જ આપશે. બધું છે; માત્ર સમજણમાં કચાશ છે. હજુ બાળ અવસ્થા કીધી; નહીં તો કંઈ કહેવું ન પડે. કોણ કરનાર છે ? પોતે જ કરશે. આત્મા છે, નિત્ય છે, કર્તા છે, ભોક્તા છે, મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે. આટલી ઉઘાડી વાત કરી તોય ઝેર નથી ઊતરતું; ઊતરવું જોઈએ. અનંતી વાર આ બધી સગાઈઓ થઈ, તે ક્યાં સાચું છે ? જૂઠાને સાચું માન્યું તેમાં નહીં વળે. ભલે સૂઝે તેમ હો પણ એક સાચું છે તે માન. માટે, ખપી જોઈએ છે. ખપી હજુ થયો નથી. છે તે છે, નથી તે નથી. જેમ છે તેમ જ છે ‘ાં નાળફ સે સર્વાં નાળડ્.' માટે જાણવું પડશે, માનવું પડશે અને કરવું પડશે. આ બધા મારા સાક્ષાત્ આત્મા છે; તેવી દૃષ્ટિ નથી ફરી. ‘માત્ર તૃષ્ટિકી ભૂલ હૈ, ભૂલ ગયે ગત એહ.'' ઉતાવળ કરવાથી દી વળે તેમ નથી. એ તો ક્યાં છે ? તે ઉઘાડીને આપશે. શાસ્ત્રનો મર્મ તો સમજવો પડશે અને સમજશો ત્યારે જ છૂટકો છે.
તા. ૯-૧-૩૬, સાંજના
પત્રાંક ૭૮૩ માંથી વાંચન :
“સત્પુરુષનો યોગ પામવો તો સર્વકાળમાં જીવને દુર્લભ છે, તેમાં પણ આવા દુષમકાળમાં તો ક્વચિત જ તે યોગ બને છે. વિરલા જ સત્પુરુષ વિચરે છે. તે સમાગમનો લાભ અપૂર્વ છે, એમ જાણીને જીવે મોક્ષમાર્ગની પ્રતીતિ કરી, તે માર્ગનું નિરંતર આરાધન કરવું યોગ્ય છે.’’
આ તો હું જાણું છું, હું સમજું છું, મેં સાંભળ્યું છે. તે જ ભૂંડું થયું છે. સાચી પકડ થાય તો દેવની ગતિ તેમાંથી થાય. એટલા બળવાળું આ વચન છે. આ જ સંગ કરવા જેવો છે : ‘લીધો તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org