________________
૩ ૨
ઉપદેશામૃત “ઘર્મરંગ જીરણ નહીં સાહેલડિયાં, દેહ તે જીરણ થાય રે; ગુણવેલડિયાં, સોનું તે વિણસે નહીં સાવ ઘાટ-ઘડામણ જાય રે; ગુણવેલડિયા; તાંબુ જે રસધિયું, સાતે હોય જાચું હેમ રે; ગુણવેલડિયાં, ફરી તાંબું તે નવિ હવે સાવ એહવો જગગુરુ પ્રેમ રે; ગુણવેલડિયાં.”
૪૯
સનાવદ, સં. ૧૯૭૬ જીવને ખેદ કર્તવ્ય નથી. પ્રમાદ છોડી જેમ બને તેમ કાંઈ મુખપાઠ ભણવાનું થાય તે કર્તવ્ય છેજી. આળસ વૈરી છેજી. નિવૃત્તિ મેળવી ભક્તિ ભજન કર્તવ્ય છે'. સંસારસમુદ્ર ઇન્દ્રજાળ જેવો, સ્વપ્નવત્ નાશવંત છે. કાળચક્ર માથે ફર્યા કરે છે. લીધો કે લેશે તેમ થઈ રહ્યું છે. તેમાં આ
ક્લેશિત જીવાત્માને એક ઘર્મ શરણ, ગતિ છે. આ જીવ કયા યોગકાળને ભજે છે તે જોઈ આત્માની દયા ખાવાની છે. આ મનુષ્યભવમાં પુરુષાર્થ કર્તવ્ય છેજી.
કોઈ કોઈનું છે નહીં, છતાં જીવ પરભાવમાં રાચી-નાચી રહ્યો છે, હું અને મારું દેહાદિથી માંડી મારું મારું–કરી રહ્યો છે. જે પોતાનું છે તે જીવે અનાદિ કાળથી જાણ્યું નથી એમ જાણી, સમજ્યો ત્યાંથી સવાર, ભૂલ્યો ત્યાંથી ફરી ગણી, એક આત્મહિત–કલ્યાણ થાય તે કર્તવ્ય છે'. તે જીવે અવશ્ય કાળજી રાખવા યોગ્ય છેજ. બનનાર તે ફરનાર અને ફરનાર તે બનનાર નથી, માટે ચેતવા જેવું છે. સહજાન્મસ્વરૂપનું સ્મરણ, ધ્યાન, વિચાર કર્તવ્ય છે). જે સમય કાળ જાય છે તે પાછો આવતો નથી. પરભાવની ચિંતવના કલ્પના રાખી જીવ ભ્રમણામાં પડી કર્મબંઘ કરે છે તે વૃથા થોથાં ખાંડ્યા જેવું છે. જેટલો જેટલો સંજોગ મળવાનો છે તે મળી આખરે મુકાવાનો છે. પોતાનો થયો નથી છતાં કલ્પના કરી જીવ ભૂલે છે, એમ વિચારી મન અથવા વૃત્તિ પરભાવમાં જતી વારંવાર સ્મૃતિમાં, આત્મ-ઉપયોગમાં લાવવી યોગ્ય છેજી. “સર્વવ્યાપક સચ્ચિદાનંદ એવો હું આત્મા એક છું એમ વિચારવું, ધ્યાવવું.” “સહજાત્મસ્વરૂપ'નો વચનથી ઉચ્ચાર, મનથી વિચાર ઉપર લખ્યા પ્રમાણે ધ્યાનમાં રાખી લક્ષ રાખવા યોગ્ય છેજી.
“સહજાત્મસ્વરૂપ બંઘાયેલાને છોડાવવો છેજી. જૂનું મૂક્યા વગર છૂટકો નથી. જે દી તે દી મૂકવું જ પડશે. જ્યારથી આ વચન શ્રવણ થયું ત્યારથી અંતરમાં ત્યાગવૈરાગ્ય લાવી, સુખદુઃખમાં સમભાવ રાખી, શાંતિ ચિત્તમાં વિચારી સમાધિભાવ થાય તેમ કર્તવ્ય છેજી. સર્વ ભૂલી જવું; એક આત્મઉપયોગમાં અહોરાત્ર આવવું. એટલે “આત્મા' છે. દ્રષ્ટિ દ્રષ્ટામાં પડે છે ત્યાં બંઘાયેલો છૂટે છે. તેમાં હરખશોક કરવા જેવું છે નહીંછ.
શાંતિઃ શાંતિઃ શાંતિઃ તા. ક. ઉપરનાં વચનો વિચારી ધ્યાનમાં લઈ લક્ષ રાખવા યોગ્ય છેજી.
માત્ર દૃષ્ટિકી ભૂલ હૈ, ભૂલ ગયે ગત એહ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org