________________
ઉપદેશામૃત
પ્રભુશ્રી—તૈયાર થાઓ. ‘ભૂલ્યો ત્યાંથી ફરી ગણ,’‘જાગ્યો ત્યારથી સવાર.' મુકાણું નથી. સમકિત આવે ત્યારે મુકાય. આ કર્તવ્ય છે, આની જ ભાવના. સંસારી સંબંધ, છોકરાંછૈયાં, પૈસોટકો, વગેરે બધું ખોટું છે. પોતાનું કાંઈ નથી. પોતાનો આત્મા છે.
મુમુક્ષુ—તેને તો જાણ્યો નથી.
૧૫૮
પ્રભુશ્રીભૂલ આટલી જ છે. ‘સમજ સમજ કર જીવ હી ગયા રોગિયો હો, દુઃખિયો હો, પણ આ ફળ. જેવો ભાવ.
આમાં શું વાંકું છે ? માત્ર સૃષ્ટિની અને સમજની ભૂલ છે. અનંતા મોક્ષ.' તૈયાર થઈ જાઓ. મર (ભલે), માંદો હો, એક ‘વાત છે માન્યાની.' એ કર્તવ્ય છે. બીજું તો, ભાવ તેવાં
તા. ૮–૧૧–૩૫, સાંજના
આ અલૌકિક વાતો છે. લૌકિકમાં કાઢી નાખવા જેવી નથી. એક સત્સંગ છે તે ઠરવાનું ઠેકાણું છે, આ જીવને વિશ્રાંતિનું ઠેકાણું છે. પરિભ્રમણ અને બંધનમાં કાળ જાય છે, તેમાં આત્મતિ નહીં. ઓળખાણ હો ન હો, મલ્યા હો કે ન મલ્યા હો, બધા આત્મા. ફરવું જોઈએ, ચેતવું જોઈએ. તે ક્યાં છે ? એક સત્સંગમાં છે. બીજી વાતો સંસારની જાળ છેફસાઈને મરી જવા જેવું છે. ગફલતમાં જાય છે, બફમમાં જાય છે; ઓળખાણ નથી. વાત કર્તવ્ય છે. નિમિત્ત બનાવે તો બને તેવું છે. કાળ સૌને માથે ભમે છે. કોઈ રહેવાનું નથી, કર્તવ્ય છે તે કર્યું નથી. વાત કોઈ સત્સંગે સમજાય છે. મન અને વૃત્તિ બધાયને છે, ક્ષણે ક્ષણે પલટાય છે. તેમાંથી થપ્પડ મારી જગાડવો છે. મેલ પંચાત. જાણ્યું હવે, બધું થોથાં છે, સંસારનું કામ અધૂરું રહેશે, પૂરું થવાનું નથી. માટે તેમાંથી જે કર્યું તે કામ. જે કરવાનું છે તે અહીં છે. શું કરવાનું છે ?
મુમુક્ષુ–સમકિત કરવાનું છે.
પ્રભુશ્રીરામનું બાણ છે, કેમ ખોટું કહેવાય ? ગાવો છે કોને ? વરનાં ગાણાં ગાવાનાં છે. સતિ શાથી થાય ?
૧. મુમુક્ષુભાવ ને પરિણામથી.
૨. મુમુક્ષુ સદ્ગુરુના બોધે સમજણ ફરે તો થાય.
પ્રભુશ્રીભાવ અને પરિણામ કોઈ વખતે નથી એમ નથી. એક વિભાવનાં ભાવ ને પરિણામ છે અને એક સ્વભાવનાં ભાવ ને પરિણામ છે. માટે સત્સંગ મેળવો. અહીં બેઠા તો કેવું કામ થાય છે ! સૌને મનમાં એવું રહે છે કે કંઈક સાંભળીએ. ભૂંડું કોણે કર્યું છે ? પ્રમાદ ને આળસ વૈરી છે. ભાન નથી. ગફલતમાં જાય છે. કામ શું આવશે ? વિચાર છે તે. વિચારના બે ભેદ છે : એક સદ્વિચાર અને એક અસદ્વિચાર. સદ્વિચારથી આત્મા મનાય છે. આ બધું કાલ સવારે ફીટી જશે, હતા ન હતા થઈ જશો. મોટા પુરુષોએ કહ્યું છે
=
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org