________________
૧૬૮
ઉપદેશામૃત ૨. મુમુક્ષુ–પુરુષાર્થની.
પ્રભુશ્રી તે સત્પરુષાર્થ. સત્, આત્મા છે. તે પુરુષાર્થ છે. અહીંથી ઉગમણે જાય તો આથમણે જવાય નહીં. માટે “આતમભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાન રે.' ભાવ કરો. સંસાર સેવવો અને મોક્ષ જવું બને નહીં. શું કહ્યું? મૂકવું પડશે. વાત જેમ છે તેમ કહી દીઘી. તારી વારે વાર છે. તૈયાર થાય એટલી વાર. અત્યારે અહીં બેઠો છે અને સારા ભાવ કરશે તો નબળું નહીં થાય. સારી દ્રષ્ટિએ જોઈએ તો નબળું કેમ થાય ? કૂંચી નથી, ગુરુગમ નથી. કચાશ ગુરૂગમની છે. આ મનુષ્યભવ તો કામ કાઢી નાખે. તે મળવો દુર્લભ છે. ઘરડો, જુવાન, બાઈ, ભાઈ—એક ફક્ત આત્મા. તેને જોઈએ છે સમજ.
સમજ સાર સંસારમેં, સમજુ ટાળે દોષ;
સમજ સમજ કરી જીવ હિ, ગયા અનંતા મોક્ષ.” હવે ખામી શું રહી ? કહો. ૨. મુમુક્ષુ ભેદજ્ઞાનની ખામી છે.
પ્રભુશ્રી–કેવળજ્ઞાનની ખામી ! એક મૂળ વાત પકડી રાખજો. મૂળ પાયો કહેવાય છે. જ્ઞાનીએ કહ્યું છે,
“સદ્ગુરુના ઉપદેશ વણ, સમજાય ન જિનરૂપ;
સમજ્યા વણ ઉપકાર શો, સમયે જિનસ્વરૂપ.” (શ્રીમદ્ રાજચંદ્ર). આ કોઈને ખબર નથી, તેનું ભાન નથી. સંભાળ લેતો નથી. જો સંભાળ લે તો ભાર શા? બેડો પાર. ખામી બોઘની છે. સદ્ગુરુ વગર મોક્ષની આશા રાખશો નહીં. જગતમાં ગુરુ ઘણા છે, તે નહીં. તે છે તે જ, બીજો નહીં. ચેતજો, એને જ શોઘો, એનો સંગ કરો. એના દાસ થઈ જાઓ. મારે, કૂટે—ગમે તે કરે. ફિકર નહીં. તે શોધ્યા વગર છૂટકો નથી.
૨. મુમુક્ષુ સદ્ગુરુને શોઘવા શી રીતે ?
પ્રભુશ્રી–બધા સામું જોઈને) કહો ને! આવડે છે બધું, પણ ભાન નથી. પૂર્વકૃત અને પુરુષાર્થ વગર કોઈ જીવ મોક્ષ ગયો નથી. આ બે વાત જોઈશે. જીવ માત્રનું રૂડું એથી થયું છે. વાત કીઘેલી છે પણ ભાન નથી. સદ્ગર, પૂર્વકૃત, પુરુષાર્થ. ચેતો, હવે બાકી નથી રાખવું. દોડ આ કરવી છે. બીજી દોડથી થાક્યા. મારગ આ સિવાય સૂઝતો નથી. કૃપાળુદેવે પણ આ જ કહ્યું હતું, તે કહું છું. ગાડા વાંસે ગાડલી જશે. એ જ લક્ષ છે, શ્રદ્ધા પણ એ જ છે. ત્રિકાળમાં આ વાત ફરે નહીં. બીજું કહેનાર કોણ છે ?
૪. મુમુક્ષુ–પુરુષાર્થ કરતાં કર્મ આડાં આવે કે નહીં ?
પ્રભુશ્રી–કર્મ છે તે પુદ્ગલ છે, આત્મા નહીં, અને પુરુષાર્થ તો આત્માન છે. ઇન્દ્ર, ચન્દ્ર, નાગેન્દ્ર બઘાએ બાંઘેલું ભોગવ્યું છે. જ્ઞાનીને પણ છોડ્યા નથી. પણ કર્મ કોણ ગણતરીમાં ? રાખ છે. ભારે વાત દાઝની ભરેલી કહું છું. અનંતાં કર્મ ઊડી ગયાં–નાશ થઈ ગયાં પણ આત્માની શક્તિ હતી તે કંઈ ગઈ ? તેનો નાશ થયો નથી, તે ઘરડો થયો નથી. પણ મોટી ભુલવણી છે. તે કહો. શું ભૂલ આવી છે ? કર્મ બકરાં છે, તે નાસી જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org