________________
પત્રાવલિ-૧
૮૩ તેનો ખેદ છે, ત્યાં સુધી ગુરુભાવ અંતરથી માનવાની ઇચ્છા નથી. જ્યાં સુધી તે દશાને પામવાની ઇચ્છા વર્તે છે ત્યાં સુધી તેને, તે નહીં-ચોગ્યતાને યોગ્યતા કેમ કહી શકાય? માટે જેમ યથાતથ્ય છે તેમ જ્ઞાનીએ જાણ્યું છે. તે દશા દેવાધિદેવ પરમ કૃપાળુદેવની છે, તે નિઃશંક છે. તેને ભજું છું. તેના ગુણગ્રામ માટે તથા બીજા મુમુક્ષુ આત્માર્થી ભાવિક જીવે ભક્તિભાવે કરવા યોગ્ય છે તથા નમસ્કાર કરવા યોગ્ય છે. અને પોતાની કલ્પનાએ છાશને દૂઘ કહેવું તે પોતાનો સ્વચ્છેદ ગણાય. તે સદ્ગુરુની ભક્તિમાં સાચું સર્વ આવી જાય છે. સાચી સજીવનમૂર્તિરૂપ અગ્નિથી સર્વ પાપ નાશ પામે છે. તે સત્ પગલામાં સૌ આવી જ જાય છે.
“સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય; સગુજ્ઞા જિનદશા, નિમિત્ત કારણ માંય.”
–શ્રી આત્મસિદ્ધિ
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૧૩૧ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે. અગાસ
તા. ૩૦-૩-૩૧; ચૈત્ર સુદ ૧૧, સોમ, ૧૯૮૭ “જ્ઞાન વિના ક્રિયા અવગાહે, ક્રિયા વિના મોક્ષપદ ચાહે; મોક્ષ વિના કહે અમ સુખિયા, સો જાનો મૂઢનમેં મુખિયા.” “વીતરાગ-શાસન વિષે, વીતરાગતા હોય; જહાં કષાયકી પોષણા, કષાય-શાસન સોય.” “તનઘર સુખિયા કોઈ ન દેખિયા;
જે દેખિયા તે દુખિયા રે !” “કાયાની વિસારી માયા, સ્વરૂપે શમાયા એવા
નિર્ઝન્થનો પંથ, ભવ-અંતનો ઉપાય છે.” લગભગ સોએક માણસ આંબેલ (આયંબિલ) તપમાં પ્રવર્તે છેજી, તે સહજ જાણવા લખ્યું છે જી. તપોઘન મહાપુરુષોને પ્રતાપે આશ્રમ પણ તપોવન બની રહ્યું છે. સત્સંગનો અચળ પ્રતાપ સકળ જગતનું કલ્યાણ કરે.
“પુદ્ગલ-ખલ સંગી પરે, સેવે અવસર દેખ; તનુશક્તિ જેમ લાકડી, જ્ઞાનભેદ પદ લેખ.”
૧૩૨ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ
ચૈત્ર વદ ૦)), શુક્ર, ૧૯૮૭ વિજ્ઞપ્તિ કે આપને સમાધિ-શાંતિ-ભાવના વિચારે વર્તવું કર્તવ્ય છે. જીવને વિલો મેલ્યા જેવું નથી. જરા વીલો મેલ્યો હોય તો સત્યાનાશ ખોદી નાખે એમ છે. તેનો ભરોસો વિશ્વાસ રાખવા જેવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org