________________
૧૪૮
ઉપદેશામૃત મુમુક્ષુ- અનુભવ પછી પણ પુરુષાર્થ જોઈએ. પ્રભુશ્રી- શ્વાસોચ્છવાસમાં કર્મક્ષય તે કેવા ભાવથી ? મુમુક્ષુ- જ્ઞાની શ્વાસોચ્છવાસમાં જ્ઞાનમય ભાવોથી અનંત કર્મનો ક્ષય કરે છે. પ્રભુશ્રી- જ્ઞાનનો ઉપયોગ કાંઈ ઓર જ છે ! તેથી શ્વાસોચ્છવાસમાં અનંત કર્મ ક્ષય થાય
છે. મિથ્યાત્વીનો ઉપયોગ તેથી બીજા પ્રકારનો છે.
(૨)
કાર્તિક સુદ ૧૦, ગુરુ, ૧૯૮૮
તા. ૧૯-૧૧-૩૧ પ્રભુશ્રી– કર્તવ્ય છે. ચેતવા જેવું છે. પણ તે બઘાનું કારણ એક સપુરુષ પ્રત્યે દ્રઢ શ્રદ્ધા,
પ્રતીતિ, રુચિ, આસ્થા છે. સાંભળવાનું કારણ શું? મુમુક્ષ- યથાર્થ બોઘ વગર શુદ્ધિ નથી. પ્રભુશ્રી– મનુષ્યભવ દુર્લભ છે. તે કેમ કહેવાતો હશે? “ઊઠી નાઠા બોદ્ધા.” “સમકિત સાથે
સગાઈ કીથી સપરિવારશું ગાઢી.”
(૩)
કાર્તિક સુદ ૧૨, રવિ, ૧૯૮૮
તા. ૨૨-૧૧-૩૧ પ્રભુશ્રી અનંતાનુબંધીના સ્વરૂપનું ભાન નથી. મુમુક્ષુ– અનંતાનુબંધીના સ્વરૂપનું ભાન ક્યારે થાય ? પ્રભુશ્રી– સત્સંગે સરુનો બોઘ સરળતાથી સાંભળી રુચિથી મનાય તો સમજાય. પણ
મોહનીનું પ્રબલપણું છે. સૂક્ષ્મ માન મહીંથી ભૂંડું કરે છે. બુદ્ધિથી હું સમજું છું એમ
પોતાને માને; તેથી સદ્ગુરુનો બોઘ વિરુદ્ધ ભાસે અને કષાય-પોષ થાય. મુમુક્ષુ- દોષ નાશ થવાનો શો ઉપાય ? પ્રભુશ્રી – સદ્ગનો બોઘ. મુમુક્ષુ– ગ્રંથિ ક્યારે છેદાય ? પ્રભુશ્રી– ક્યારે છેદી કહેવાય? તે તો પોતાના આત્માને જાણે ત્યારે બઘોય ઝઘડો છૂટે છે. મુમુક્ષુ– સત્પષના બોઘે અનંતાનુબંધી અને દર્શનમોહનીય જાય; પણ યોગ્યતાની
ન્યૂનતાના કારણે બોઘ પરિણમતો નથી. પ્રભુશ્રી– વરસાદ પડે, પણ ઢાંકી માટી પલળે નહીં. મુમુક્ષુ- વરસાદનું પાણી ટાંકામાં ભરી રખાય છે. પાણી પડે છે, પણ ટાંકું ભરાતું નથી,
ઢાંકણું છે તેથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org