________________
‘આત્મસિદ્ધિમાંની ગાથા છે તે –
“આત્મજ્ઞાન, સમદર્શિતા, વિચરે ઉદય–પ્રયોગ; અપૂર્વ વાણી, પરમશ્રુત, સદ્ગુરુલક્ષણ યોગ્ય.'' ભક્તિનું સ્વરૂપ કહો. જ્ઞાનીને ખબર છે. ભક્તિના અનેક ભેદ છે : “શ્રવણ, કીર્તન, ચિંતવન, વંદન, સેવન, ધ્યાન, લઘુતા, સમતા, એકતા, નવધા ભક્તિ પ્રમાણ.''
વિચારણા
મનને લઈને.
મનને લઈને થયું, તે ફર્યું શાથી ?
બોઘથી. બોઘ શું ?
જીવની દશા શાથી અવરાઈ છે ? મોહથી. શાને લઈને મોહ છેજી ?
⭑✰
(૧૦)
સત્પુરુષની વાણી.
સત્પુરુષની વાણી ઘણી વાર સાંભળી, પણ મોહ કેમ જતો નથી ?
પાત્રતાના અભાવે.
કુપાત્ર પણ સુપાત્ર થાય.
‘જો ઇચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ' માટે એક પુરુષાર્થ જ કર્તવ્ય છેજી. નિખાલસ ભાવથી ગુરુગમથી સમજ્યે શલ્ય જાય છેજી.
(૧૧)
તા. ૮-૧૨-૩૧
હું જાણું તે બધું ખોટું. એવી સદ્ગુરુની દૃષ્ટિએ શ્રદ્ધા થઈ હોય તેવા તો વિરલા હોય. પોતાની પકડ મૂકે તે જિજ્ઞાસુ.
“હું કોણ છું ? ક્યાંથી થયો ? શું સ્વરૂપ છે મારું ખરું ?''
સદ્ગુરુ કહે તે ખરું, પણ આજે ગુરુ ઘણા થઈ પડચા છે.
Jain Education International
૧૫૧
તા. ૬-૧૨-૩૧
પગ મૂકતાં પાપ છે. દૃષ્ટિમાં ઝેર છે. ઝેર, ઝેર ને ઝેર છે, એમ વિચારી આજના દિવસમાં પ્રવેશ કરજે. તે શું ?
ચેતન જો નિજભાનમાં, કર્તા આપસ્વભાવ; વર્તે નહિ નિજભાનમાં, કર્તા કર્મ-પ્રભાવ.’’
એ સમ થયું ? યોગ્યતાની ખામી છે. સત્સંગ, સદ્બોધ, સત્પુરુષાર્થ જોઈએ. ગુરુગમ વિના નથી સમજાતું. નહીં તો ખુલ્લું ઉઘાડું છે. ‘ખાજાંની ભૂકરી.’
For Private & Personal Use Only
www.jainelibrary.org