________________
[૬૬]
૧૮
દક્ષિણમાં શ્રી બાહુબલિજી આદિ સ્થળોએ યાત્રા કરી ત્યાંથી શ્રી હીરાલાલ ઝવેરીની ભાવનાથી તેમની સાથે તેમને ત્યાં પેથાપુરમાં બે માસ રહી ત્યાંથી સં. ૧૯૮૧ ના ફાગણ વદમાં પ્રભુશ્રી અમદાવાદ આવ્યા.
નડિયાદના મુમુક્ષુઓમાંથી કોઈને તે વખતે ખબર ન હતી કે પ્રભુશ્રી હાલ ક્યાં છે ? પરંતુ પ્રભુશ્રીનો અંતરજ્ઞાનપ્રકાશ કોઈ અભુત હતો. તે દ્વારા તેમણે જોયું કે નડિયાદના એક મુમુક્ષુભાઈ ડાહ્યાભાઈ દેસાઈનો અંતસમય નજીક છે. તે મુમુક્ષુભાઈએ પહેલાં આશ્રમમાં પ્રભુશ્રી પાસે વિનંતિપૂર્વક માગણી કરી જણાવ્યું હતું કે પ્રભુ, મારા અંત સમયે મારી ખબર લેજો. મને આપનો જ આશરો છે.
અત્યારે તેમનો અંતસમય નજીક જાણી પ્રભુશ્રી શેઠશ્રી જેસંગભાઈ સાથે એકાએક સવારમાં નડિયાદ શ્રી નાથાભાઈ અવિચળભાઈ દેસાઈને ત્યાં પધાર્યા. તેમણે પ્રભુશ્રીની ઘણા ઉલ્લાસભાવે ભક્તિભાવના કરી. ત્યાં બીજા મુમુક્ષુઓ પણ એકત્ર થઈ ગયા. તેમને ઘર્મબોઘ આપી ત્યાંથી તેઓશ્રી શ્રી ડાહ્યાભાઈના ઘર તરફ ચાલ્યા. બધા મુમુક્ષુઓ પણ પાછળ પાછળ ચાલ્યા. પ્રભુશ્રી
જ્યારે શ્રી ડાહ્યાભાઈને ત્યાં આવી પહોંચ્યા ત્યારે જ બધાને ખબર પડી કે આ મહાભાગ્ય મુમુક્ષને અંતસમયે સમાધિમરણ સન્મુખ કરાવવા જ તેઓશ્રી એકાએક અહીં પધાર્યા છે.
જ્યારે પ્રભુશ્રી શ્રી ડાહ્યાભાઈની મરણપથારી પાસે પધાર્યા ત્યારે શ્રી ડાહ્યાભાઈ બહારથી કંઈક બેભાનવત્ જણાતા હતા. પરંતુ અંતરમાં તેમને પરમકૃપાળુદેવનું જ રટણ હતું. પ્રભુશ્રીએ પાસે આવી “સહજાન્મસ્વરૂપ પરમગુરુ” એમ બે ત્રણ વાર મોટેથી મંત્ર સંભળાવી અમીમય દ્રષ્ટિ નાખી. ત્યાં તો તે ભાનમાં આવી પથારીમાં બેઠા થઈ ગયા અને પ્રભુશ્રીને જોતાં જ આનંદમાં ઉલ્લાસમાં રોગની વેદનાને વીસરી ગયા. બે હાથ જોડી, મસ્તક નમાવી અંતસમયે દર્શન દેવા બદલ આભારની ભાવના દર્શાવી પાછા સૂઈ જઈ પ્રભુશ્રીનાં બોધવચનો શ્રવણ કરવામાં ઉલ્લાસથી એકાગ્રતાપૂર્વક લીન થઈ ગયા.
ત્યાં પ્રભુશ્રીએ દેહાધ્યાસ છૂટી આત્મસ્વરૂપમાં વૃત્તિ તલ્લીન થાય તેવો સુંદર બોઘ એકાદ કલાક સુઘી એવી સચોટ રીતે કર્યો કે તે પાવન આત્મા ઉત્તરોત્તર શાંત દશા પામી આનંદ અને ઉલ્લાસસહિત અંતરમગ્ન થતો ગયો. આ પ્રમાણે તેમને અપૂર્વ જાગૃતિ આપી સમાધિમરણરૂપ અપૂર્વ આત્મશ્રેય સન્મુખ કરી તેઓશ્રી બહાર નીકળ્યા.
શેઠશ્રી જેસંગભાઈ સાથે તેઓ ત્યાંથી તરત જ નરોડા જવા વિદાય થઈ ગયા. ત્યાર પછી તરત જ શ્રી ડાહ્યાભાઈ સમાધિપૂર્વક દેહત્યાગ કરી ગયા. ‘પર પછારાય સતાં વિમૂતય:' જાણે આ સૂક્તિને ચરિતાર્થ કરવા જ ન હોય તેમ આ સંતપુરુષ આહારપાણીની કંઈ પરવા કર્યા વગર નડિયાદથી રવાના થઈ બપોરના એક વાગ્યાને સુમારે નરોડા આવી પહોંચ્યા. તેમના દિવ્યજ્ઞાનમાં હજુ બીજા કોઈનું મરણ સુધારવાનું છે એમ પ્રગટ જણાઈ રહ્યું હતું. તેથી તે નરોડામાં આવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org