________________ ઉપાધિમાં સ્વતંત્ર ખરાબી શી ? : પ્ર.- ઉપાધિ જો આધિને લાવનાર છે. માટે પીડારૂપ છે તો તો પછી તાપ આધિનો રહ્યો, ઉપાધિનો જુદો તાપ ક્યાં રહ્યો ? તેથી તાપ બે જ જાતના કહો, આધિ અને વ્યાધિના. ઉ.- એટલે એમ કહેવરાવીને તમારે આધિ ન રાખ્યાનો ડોળ કરીને ઉપાધિના થોક વધારવા છે, એમ ને ? પણ જો જો હો, ઉપાધિના સ્વતંત્ર તાપ પણ ઓછા નથી. જુઓને, પહેલી તો આ કાયા જ ઉપાધિ કેટકેટલી વેઠ કરાવે છે ? એને ખવરાવો-પીવરાવો, નવરાવો-ધોવરાવો, અપમાનથી બચાવો, અકસ્માતથી બચાવો, રોગથી બચાવો, રોગ આવે તો દવા પથ્ય વગેરે કઈ માવજત કરો...બોલો કેટલું કેટલું ? સાધુને ઉપાધિની પીડા કેમ નહિ ? : પ્ર.- પણ એ તો મુનિ મહારાજને ય કરવું પડે છે ને ? ઉ.- કરવું પડે છે પણ કેવી રીતે અને શા માટે ? એ વિચારો. સાધુ તો મન-વચન-કાયાથી કરવા-કરાવવા-અનુમોદવા રૂપે લેશ પણ હિંસા ન થાય એ રીતે સર્વથા અહિંસા પાળવા પૂર્વક કાયાને ધારી રાખે છે, અને તે પણ એની સેવા કે સ્વાગત માટે નહિ. કિન્તુ કેવળ મોક્ષમાર્ગની સાધનામાં ઉપયોગી બનાવવા માટે. આ ઉપરથી સમજી શકશો કે બંને વચ્ચે કેટલો મોટો તફાવત છે. સાધુની દેહચર્યાની રીત નિષ્પાપ છે, અને દેહચર્યા પાળવાનો ઉદ્દેશ દેહ દ્વારા એકલી પવિત્ર દર્શન-જ્ઞાન-ચારિત્ર-તપની આરાધનાનો છે, તેમજ ચોવીસે ય કલાક દેહ પાસેથી એ કામ લે છે. ત્યારે ગૃહસ્થને તો દેહપાલનની રીત પણ શકાય સમારંભ અને રાગદ્વેષાદિ પાપોથી લચબચ હોય છે. એવા દેહથી કદાચ ધર્મ કરે તો ય તે કેટલો ? સાધુજીવનની અપેક્ષાએ અતિ અલ્પ, બાકી સત્તર પાપસ્થાનકનાં સેવન ભારોભાર ! માટે જ એ કાયા ભારે ઉપાધિ ! અને તે અનેકાનેક વેઠના તાપ દેનારી ! ઉપાધિ થી સમાધિ તરફ