________________ ચિંતા કેટલી કહું ?' કહેવામાં આવે કે “કહો તો ખરા !' તો એ સંભળાવે છે, “શોફરની પરાધીનતા ભારે. સાંજે મને ઘેર મૂકીને ગયો, પછી કદાચ કામ પડ્યું કાંક જવાનું, ચાલવાની ટેવ નથી, અગર પોઝીશનમાં ખામી પડે છે તેથી ચાલતા જવાય નહિ; ને શોફર ઝટ આવે નહિ. અવસરે એ કહી દે “શેઠ ! ન બની શકે પાછી એકલા એની જ પરાધીનતા છે ? ના, પેટ્રોલ ખૂટ્યું, લેવા ગયા, કહી દે છે, ‘નહિ મળે ! કંટ્રોલ છે.” મઝિઆરું કુટુંબ એટલે મોટરમાં જરા વધારે દેખે કે આંખ કરે છે, “બસ ! ભાઈને માટે જ મોટર છે, અમારી તો હિસાબ જ નહિ ! મારી ચિંતાનું પૂછે છે ? આ મોટર દેખીને લોક દાઢમાં ઘાલે છે. એક પછી એક માગનારા આવીને ઊભા રહે છે. બસ લાવો જ લાવો. “શેઠ ! આમાં આપવા પડશે, આટલા તો દેવા જ પડશે. અમારું આટલું કામ તમે નહિ કરો તો કોણ કરી આપશે ?' હવાલદારો, અમલદારો વગેરે કેઈનાં ખીસાં ભરવાનાં ! અરે ! એક નવા વર્ષની બોણીઓ દેતાં ડૂચો નીકળે છે ! શું પૂછે છે મને ચિંતા નહિ ? મહોબતવાળો આવ્યો, કહે, “શેઠ ! એક કામ છે, જરા મોટર જોઈએ.” આ સાંભળીને પેટમાં દિવેલ રેડાય છે ! ઉપાધિ ઘરમાં વસી એટલે આધિ-ડાકણ જેવી પાડોશણની સાથે રહેવું. પેલાને ના તો કહેવાય નહિ કેમકે મહોબત રહી, એટલે હવે કેમ ઊઠાં ભણાવવા એ એને દૂરથી દેખતાં જ ગોઠવી રાખીએ, પછી એ માગણી કરે એટલે ઊઠાં ભણાવીએ, ‘લઈ જાઓ ને ! પણ જુઓને શોફર હરામી છે. પેટ્રોલ ભરાવવાનું છે.' એવાના પગનો પડછાયો દેખાય ત્યારથી ઊઠાં ભણાવવાના વિચાર આવે છે ! પાછા સારું લગાડીએ, આપણે તો મહોબત છે, એટલે એકબીજાની વસ્તુ એકબીજાને કેમ કામ ન આવે ? એમ સમજો ને આપણી મોટર એ તમારી જ છે, પણ હરામી શોફર આવશે જ નહિ..”કહો જો, આવું આવું બને છે ને ? તો ઉપાધિવાળાને કેટલી આધિ ? કેટલી પીડા ? વિચારી જુઓ કે બાળપણાથી જેમ જેમ ઉપાધિ વધી, તેમ તેમ આધિ-માનસિક ચિંતાઓ, કલેશ વગેરે-વધ્યું છે કે નહિ ? ઉપાધિ થી સમાધિ તરફ