________________ આ બધું સૂચવે છે કે, અવળા પુરુષાર્થથી અશુભ કર્મ જાગતાં થઈ જાય અને શુભ કર્મ દબાઈ જાય; તેમ સવળા પુરુષાર્થથી એથી ઊલટું થાય, એવું બનવા સંભવ છે. ઉપાધિ શું કરે છે? : જગતની આધિ-ઉપાધિઓ આ કામ કરે છે કે એ કેટલાંય અશુભ કર્મને જગાડી આપી એના દ્વારા દુઃખના તાપમાં તપવાનું ઊભું કરી આપે છે, માટે જ, પૈસા વધ્યા એટલે કદાચ લાગે કે “ચાલો, સુખ-સગવડનું સાધન વધ્યું, પરંતુ ખરી રીતે તો એ ઉપાધિ વધી. તે કેટલાંય કષાય મોહનીયાદિ કર્મને સતેજ કરી ક્રોધાદિના તાપ વરસાવે છે, અમુક પ્રકારના આરોગ્યના નિયમના ભંગ કરાવી સૂતેલા અશાતાકર્મને જાગ્રત કરે છે, રોફ અથવા કૃપણતાના યોગે અપયશ જગાડી આપે છે, બીજાની અપ્રીતિ ઊભી કરે છે. આવું આવું આધિ-વ્યાધિ-ઉપાધિ કરતી હોવાથી, આધિ-વ્યાધિઉપાધિમય સંસારને જ્ઞાનીઓ તાપ, અશાંતિ અને દુઃખનું કારણ કહે છે. ચન્દ્ર સમુદ્રપ્રવાસે : શ્રેષ્ઠિપુત્ર ચન્દ્ર ચડસમાં ચડ્યો છે. મમતમાં ફસાયો છે, કર્મસિદ્ધાન્તના મર્મને સમજતો નથી એટલે કુતર્ક કરે છે કે “અપશુકન શું કરતા'તા ? કર્મમાં લખ્યું હશે તો અવશ્ય બનશે, અને ખરી વાત એ કે પુરુષાર્થ આગળ કર્મ રાંકડા છે.' એમ અપશુકન તથા વડીલોની હિતશિક્ષાની અવગણના કરી આગળ ચાલ્યો, તે બંદરે પહોંચી માલ ભરેલાં વહાણ લઈ સમુદ્રમાં મુસાફરી કરી રહ્યો છે. 2 2 ઉપાધિ થી સમાધિ તરફ