________________ વધાવી લે છે, કહે છે, “અહો ! કેવું એમનું નિષ્કલંક સતીત્વ કે અગ્નિની ત્રણસો હાથ લાંબી પહોળી ભડભડતી ચિતાનું ઠંડગાર જળસરોવર થઈ ગયું !! રામચન્દ્ર, લક્ષ્મણ, વગેરે સમગ્ર કુટુંબ ઓવારી જઈ હવે સીતાજીને અયોધ્યામાં સ્વાગતભેર પધારી મહારાજ્ઞીના પદે આરૂઢ થવા ગદ્ગદ વિનંતિ કરે છે. ગગદ વિનંતિ હો. ! કારણ છે, કે સીતાજીને પહેલાં મહાસતી છતાં ગર્ભિણી અવસ્થામાં વિકરાળ વન વિષે એકલા અટુલા ત્યજાવી દીધેલા હતા એનો ભારે પશ્ચાત્તાપ છે ! એમાં વળી દિવ્યનો ચમત્કાર નજરે નિહાળ્યો એટલે તો પૂછવું જ શું ? બહુ ઊંચા ભાવભર્યા હૃદયે કહી રહ્યા છે કે, જ્યારે સીતાજી રથમાં બેસે ? સૌને મુંઝવણ થાય છે કે શું સીતાજીના મનમાં રીસ હશે ! આવા આવા મિશ્ર સંવેદનોમાં સૌ અટવાઈ રહ્યા છે. કારણ કે સીતાજીના ભવ્ય હૃદયની એમને ગમ નથી, અને ફરીથી સીતાજીને વિનવે છે, ત્યારે સીતાજીએ શું કહ્યું જાણો છો ? આજ કે, “કર્મથી ત્રણ ત્રણ વાર ઠગાણી, હવે ઠગાવાનો મોખ નથી. એ મને કચરે એના કરતાં હું જ એને કચરીશ ! એ કચરવા માટે એક જ શ્રેષ્ઠ ઉપાયભૂત અને આધિ-ઉપાધિ વિનાનું ચારિત્ર હું લઈશ.' સીતાજી પોતાને 3-3 વાર ઠગાણી માને છે. જ્યારે જનકરાજાને ત્યાંથી દશરથનંદન રામચન્દ્રજીને પરણી રાજશાહી સુખની આશા રાખતી હતી તેમાં ઠગાઈ વનવાસમાં જવું પડ્યું. ત્યાં ય છેવટે પતિના સહવાસે રહ્યાના આનંદમાં હતી પણ ત્યાં ય રાવણે એનું અપહરણ કરી સહવાસ તોડાવ્યો. ત્યાંથી વળી છૂટી પાછી અયોધ્યા ભેગી થવા પામી, તો ગર્ભિણી દશામાં વનવગડે મૂકાઈ જવું પડ્યું ! ત્યારે હવે ય શી ખાતરી કે વળી અયોધ્યામાં મહારાણી-પદે આરૂઢ થયા પછી કદાચ એવું નહિ સહી, તો ય કાંઈ ઇદંતૃતીય નહિ જાગે ? સીતાજી સમજે છે કે “મૂળે આધિ-ઉપાધિમાં ફસાવાની ચીજ જ ખોટી છે. એ ફસામણીમાંથી જ આવી બધી કર્મની ઠગાઈ ઊભી થાય છે. મારે સારા રામચન્દ્રજી જેવા પતિ ! સારા રાજશાહી મહેલવાસના