________________ અહીં તો એનું મુખડું થોથું એટલે કે ખાલી જ રહે છે, મોમાં કાંઈ જ આવતું નથી, ને મોંનું ઝેર બહાર જાય છે. બસ, એજ રીતે અસહિષ્ણુ અને ઈર્ષ્યાભર્યા માણસોને પોતાને કાંઈ લાભ ન થતો હોય છતાં પોતાનું ઈર્ષાદષ્ટિ અને અધમ વિચારનું ઝેર અધમ પ્રચાર દ્વારા અને અધમ યોજનાઓ મારફતે બહાર ફેલાય છે. વાત પણ બરાબર છે કે અસહિષ્ણુતા અને ઇર્ષ્યા કેટલા બધા ઝેરીલા બને છે ! માનવ જીવનનો જે અમૂલ્ય કાળ તો અનાદિની ખોટી આદતો, દુષ્ટ વૃત્તિઓ અને દોષ-દુર્ગુણોને ભૂંસી નાખવા માટે મળ્યો છે, મહા પુણ્યયોગે મળ્યો છે, એને એ જ નભાવવા-પોષવામાં વપરાય એ કેટલું બધું ખતરનાક ! આપણી ભૂલભાલની વાત આવે ત્યારે બચાવ તો કરીએ છીએ કે “શું કરીએ, અનાદિના સંસ્કાર છે, પરંતુ એ જોતા નથી કે (1) આવા બચાવ પૂર્વભવોમાં શું નહિ કર્યા હોય ? ખેર, આ જન્મમાં તો ક્યારનાય બચાવ કરતા આવ્યા, તો શું સુધારો થઈ ગયો ? (2) વળી, આવા ઊંચા આત્મ-સંશોધન-સુધારણાનો ભાવ પૂરો થયા પછી શું પછી આવો ઊંચો ભાવ ઝટ મળશે ? અને કદાચ જો મળશે તો મનનો ખોટો બચાવ કરવાની આદત ત્યાં શું સાથે નહિ આવે? મનને નિર્ધાર કેમ ન થાય કે “આ ભવ જ્યાં સુધી હાથમાં છે ત્યાં સુધી મારી કુટેવો, દુષ્ટ વૃત્તિઓ અને દુર્ગુણોને તોડી નાખવા મથીશ ! દુઃખ-નાનમ-આપત્તિ વેઠીને પણ આ મહાન કાર્ય કરીશ ! આ ન કરું તો માનવમગજ અને માનવ શક્તિઓ પામ્યો શા માટે ? શું પટપટારા ભરવા અને જડ વિષયો પાછળ નાચવા ? મુનિ કહી રહ્યા છે કે જ્યારે વિજ્ઞસંતોષીઓએ રાજાને જઈને અમારા ગાઢ પ્રેમની વાત કરી, ત્યારે રાજા કહે છે, “પ્રેમ તો હોય. કયા સુશીલ પતિ-પત્નિને પ્રેમ નથી હોતો ? 88 ઉપાધિ થી સમાધિ તરફ