________________ અણગમો બરાબર ઊભો રાખવાનો છે. તો જ એનાથી દૂર રહેવાનું કરાશે. જયાં સુધી સાધક અવસ્થા છે, ત્યાં સુધી વીતરાગતા સિદ્ધ નથી થઈ, એટલે ક્યાંક ને ક્યાંક રાગ અને અરુચિ રહેવાના તો ખરા. હવે જો આત્મહિતકારી પ્રત્યે અતિ રાગ, ભારે બહુ માન નથી રાખતા, તો સહજ છે કે અહિતકારી તત્ત્વ ઉપરનો રાગ ચાલુ રહેશે; એમ અહિતકારી વસ્તુ પર અરુચિ જો નથી, તો હિતકારી પર દિલ ચોટશે નહિ; તેમ એ અહિતકારીને છોડવાનું મન નહિ થાય. દા.ત. વેશ્યામાંસ-મદિરા વગેરે ઉપર જો ભારોભાર અરુચિ નથી તો એનાથી દૂર રહેવાનું ક્યાંથી કરાશે ? સંયમ ઉપર અનહદ રાગ નથી તો એને વળગી રહેવાનું શી રીતે બનવાનું હતું ? દેવાધિદેવ અને સગુણ ઉપર ભારોભાર પ્રીતિ હશે, બહુમાન હશે, તો જ એમની ઉપાસના અને એમના વચનની આરાધનામાં લીન બન્યા રહેવાશે. એવું જ જિનમૂર્તિમંદિર-તીર્થ-ધર્મપુસ્તક વગેરે અંગે સમજવું. આ સૂચવે છે કે જીવઅજીવ તત્ત્વની અંતર્ગત જ આત્મહિતકારી અને આત્મહિતઘાતક વસ્તુઓ પણ છે, પરંતુ એના પ્રત્યે ઉદાસીનભાવની વાર છે, ક્યાં સુધી ? જયાં સુધી આત્મા રાગ-દ્વેષથી સર્વથા વિમુક્ત નથી બન્યો ત્યાં સુધી. અલબત્ત આમાં અપ્રશસ્ત એટલે કે આત્મહિતઘાતક જે જીવ પદાર્થ, દા.ત. વેશ્યા, ધર્મદ્રોહી, પાપોપદેશક, વગેરે જીવોથી બચવા એમના પર જે ભારોભાર અરુચિ રાખવાની છે, તે એમની પાપપ્રેરકતાને લીધે રાખવાની છે, પણ નહિ કે કોઈ અંગત વ્યક્તિગત દ્વેષ-દુશ્મનાવટને લીધે; કેમકે એમ તો “જીવ માત્રનું એટલે એમનું પણ ભલું થાઓ, એમને ય સુબુદ્ધિ સુઝો'- એમ એમને “પર હિત-ચિન્તા મૈત્રી ની એ મૈત્રી ભાવનાનો વિષય બનાવવાના છે. તો જીવરૂપે તો એમના પર દ્વેષ રખાય જ શાનો ? આવો સંપૂર્ણ તત્ત્વપરિણતિનો ભાવ-દર્શન નામનો ધર્મ એ શુદ્ધ ધર્મ છે. હવે ભાવજ્ઞાન અને ભાવચરિત્રની વાત કરવાની છે. પરંતુ તે પહેલાં પેલાં મુનિ શ્રેષ્ઠીપુત્ર ચન્દ્રને પોતાની પૂર્વ મંત્રી-અવસ્થાની હકીકત કહી રહ્યા છે તે જરા જોઈએ. મુનિને એ બતાવવું છે કે આધિ ઉપાધિ થી સમાધિ તરફ 11 5