Book Title: Upadhithi Samadhi Taraf
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 151
________________ તો વૈરાગ્યના માર્ગે ચઢી જા. જરા દષ્ટિ ફેરવીને જો કે જીવનમાં આ બધું તોફાન સંસારની ઉપાધિ કરાવે છે. ઉપાધિમાંથી મનોદુઃખ, ચિંતા, શોક, કુમતિ વગેરે કેટલીય આધિઓ જન્મી જીવને હેરાન પરેશાન કરી નાખે છે. ત્યારે ઉપાધિઓથી મુક્ત થવામાં કેટલો ગજબ આનંદ અને સ્વસ્થતા સાથે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની ઉપાસના કરીને, એ તો જો કે, ભીષણ ભવભ્રમણના અનંત દુઃખ પાર કરી જવાય છે ! માનવ જીવનમાં જ આ શક્ય છે, ને માનવ જીવન આ માટે જ છે. પાછું આવો ભવ ફરી ફરી મળવો સહેલો નથી. તો એને ઊંચા આત્મ-પરાક્રમને બદલે આ ઉપાધિ પાછળની કાયર, કંગાળ અને ખતરનાક કાર્યવાહીમાં કાં વિણસાડી નાખે?.. મંત્રી અને સરસ્વતીનો સંસાર ત્યાગ : મુનિની વેધક વાણીએ મારો મોહ ભેદી નાખ્યો. “હે ચન્દ્ર ! મેં એમના એકેક શબ્દ પર ગંભીર અને વિસ્તૃત વિચાર કર્યો, નક્કી કર્યું કે ઉપાધિમય સંસાર ત્યજી હવેના જીવનનો પંથ સમ્યગ્દર્શનાદિની ઉપાસના કરવાનો જ મને ખપે. મુનિ પાસેથી મેં એની સમજ લીધી, ને એથી તો હું ખૂબ ઉલ્લાસમાં આવી ગયો. વળી પત્ની પણ કાંક તત્ત્વ પામે એ માટે હું મુનિને પ્રાર્થના કરીને નીચે લઈ ગયો; અને આવા પવિત્ર મહાત્માના દર્શનનો ચમત્કાર એ થયો કે પત્ની તરત ઊભી થઈ ગઈ ! રોગ-બોગ પલાયન ! એ મુનિના ચરણે પડી. મુનિએ એને પણ પ્રતિબોધ કર્યો. એટલે અમે બંનેએ રાજય બીજાને ભળાવી દઈ આ અસાર સંસારનો ત્યાગ કરી ચારિત્ર લીધું. ખત્તા ખાધા પછી સંસારની આધિ-ઉપાધિમાંથી છૂટ્યા, એજ હું આજે સમ્યગ્દર્શનાદિ રત્નત્રયીની સાધના કરતો મુનિપણે તારી આગળ ઊભો છું. હવે કહે દુઃખ તારું મોટું કે મારું ? ધ્યાન રાખજે, સંસારની આધિવ્યાધિ-ઉપાધિના તાપ જ જીવને દુઃખી દુઃખી કરે છે. એને મિટાવવા ભગવાન શ્રી જિનેશ્વરદેવે ફરમાવેલો સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર તપનો માર્ગ એજ સચોટ એક જ ઉપાય છે. એથી જન્મ-મરણ ભવભ્રમણ ઉપાધિ થી સમાધિ તરફ 1 43

Loading...

Page Navigation
1 ... 149 150 151 152 153 154 155 156