________________ છે માટે. કામદેવની કેટલી કારમી શૃંખલાઓ જીવને જકડી લે છે કે કામના પાત્રની આગળ કશું વિસાતમાં ન ગણે, અને કામની સિદ્ધિ ખાતર બધું કરી છૂટે. આ શૃંખલાઓનાં બંધન ઓછા કર્યા વિના કામ પાત્રનાં આકર્ષણ ક્યાંથી મોળા પડે ? ને તે વિના પરમાત્મા અને સંતના આકર્ષણ ક્યાંથી જન્મે કે વધે ? હે ચન્દ્ર ! પછી તો ધામધૂમથી રાજા મને એની રાજધાનીમાં લઈ ગયો અને અમારાં લગ્ન કરાવ્યાં ! વિચારજો હસ્તમેળાપ વખતના મારા આનંદનું ગાંડપણ ! અહાહા ! જીવને પરમાત્માનો મેળાપ થતાં કે સગુરુનો યોગ થતો આવો આનંદાનુભવ ખરો ? થાય તો ખ્યાલ જ થઈ જાય ને ? પછી તો ત્યાં રહીને આનંદમગ્ન થઈ ગયો અને આગળ જઈને રાજા પણ બની ગયો.” કહો, પહેલાં કહ્યું તેમ બહાર માટેના પુરુષાર્થનાં ગુમાન કામ લાગે એવા છે ? મંત્રીએ આવી કોઈ ધારણાથી પુરુષાર્થ કર્યો હતો ? તો શું 16-16 વર્ષ રોવા અને હાડકાં પૂજવાનો ને પછી નદીમાં પધરાવવા આવવાનો પુરુષાર્થ એ મરેલી પત્ની પાછી મેળવવા તરીકેનો અને રાજા બનવા તરીકેનો પુરુષાર્થ ગણાય ? જો હા કહેશો તો તો પછી એ માટે એમ જ કરવા માંડવું પડશે ! ઠોકર લાગતાં ક્યાંક ઈંટોડું ઉખડી નીચે દટાયેલ પૈસા નીકળ્યા, તો શું પૈસા કાઢવા માટેનો પુરુષાર્થ એટલે ઠોકર મારતાં ચાલવું એમ કહેવાય ? ના, એ એનો પુરુષાર્થ જ નથી. એવું અહીં મંત્રીને બને છે. ત્યારે તમે કહેશો કે છતાં અહીં મંત્રીએ જે કર્યું તે તો સારામાં ઉતર્યું ને ? એકદમ હા કહેવાની ઉતાવળ કરતાં નહિ. કેમકે હવે જુઓ શું સારું-નરસું બને છે તે. ભાવની ખબર નથી એટલે તત્કાલ લાભ ઉપર ઓવારી જવાય છે. મંત્રી આપઘાત કરવા : મુનિ કહે છે “હે ચન્દ્ર ! પછી તો એકવાર મારી પત્ની એવી બિમાર પડી કે કોઈ ઉપાય જ કારગત થાય નહિ ! મારી ધીરજ ખૂટી. મને એમ થયું કે નથી ને જો આનું મૃત્યુ થશે તો પછી તો મારે જીવવું ઉપાધિ થી સમાધિ તરફ 141