________________ મુશ્કેલ થશે, હવે કરવું શું ? દિવસે દિવસે આને બગડતું દેખાય છે. મહાનુભાવ ! આવા અવસરે જીવન જીવવામાં કેન્દ્ર સ્થાને પડેલો પત્નીનો રાગ બીજો કોઈ વિચાર નહિ આવવા દે ! એ શું, કે લક્ષ્મી વગેરેનો રાગ શું, એ માણસને ઉચ્ચ માનવ ભવની વિશેષતા, કિંમત અને કર્તવ્ય સૂઝવા દેતો નથી. હું તો ચઢ્યો ઊંચા મહેલની અગાશી ઉપર ! શું કરવા ? બસ, પત્ની મરે એ પહેલાં નીચે ભૂસકો મારી આત્મહત્યા કરવા ! મુનિનું આગમન : હે ચન્દ્ર ! વિપુલ રાજ્ય, ખજાનો, પરિવાર, હોશિયારી એ બધું મને અત્યારે બચાવે એમ નહોતું, કેમકે હવે હું પડું એટલી જ વાર હતી. હા, પાસે ધર્મ હોત તો એ હિંમત આપત કે “છે શું ? પત્ની જશે તો પછી જીવન પ્રભુના માર્ગે લઈ જવાશે.” ત્યારે આજે મને સમજાય છે કે ધર્મ એ કેવો તારણહાર છે ! બન્યું એવું કે હું જ્યાં પડવાની તૈયારીમાં છું ત્યાં ઓચિંતા એક આકાશગામી મુનિ આકાશમાંથી જતાં જતાં ત્યાં અગાશી ઉપર ઉતરી આવ્યા ! હું તો ચમક્યો ! મારે તો મરવું જ હતું એટલે મને તો એમ થયું કે “પહેલાં રાજા નડ્યો'તો, એમાં પાછું વળી આ વિઘ્ન ક્યાં આવ્યું ?' | મુનિ મને કહે છે, “મહાનુભાવ ! આ શું કરી રહ્યો છે ? અકાળે આવા સુવર્ણભવનો નાશ ?' મેં કહ્યું “પણ શું કરું ન મરું તો ?' એમ કહીને મારા દુઃખની રામાયણ મેં એમને કહી સંભળાવી. દુખિયારાને બીજું શું સુઝે ? ત્યારે એ કહે છે, “ભાગ્યવાન ! પરંતુ આમે ય તારા મર્યા પછી પણ તારી પત્ની તને મળવાની ક્યાં ખબર છે ? વિયોગ તો રહેવાનો !" ' કહ્યું, ‘પણ મારે જે અહીં જીવતે એના વિયોગ યાદ કરી કરીને રોવાનું તે પછી તો નહિ ? | મુનિ કહે છે “અરે ઘેલા ! જો પત્નીની યાદ ભૂલવી હોય તો ઉપાધિ થી સમાધિ તરફ 1 42