________________ વગેરે અપરંપાર દુઃખમય સંસારનો અંત થઈ જીવ મોક્ષ પામે છે, અને શાશ્વત કાળ માટે અનંત સુખનો ભોક્તા બને છે.'' ચન્દ્ર આત્મકલ્યાણના માર્ગે : ચન્દ્રને આ બધું સાંભળીને મન પલટાઈ ગયું ! મનમાં હિંમત આવી ગઈ ! પ્રકાશ થયો ! સંસાર ત્યાગ કરવાની હજી શક્તિ ન લાગવાથી સમ્યક્ત્વ સહિત અહિંસાદિના અણુવ્રતોવાળો શ્રાવકધર્મ એણે સ્વીકાર્યો. પછી પરદેશ જઈ ભાગ્ય ખુલવાથી ધન કમાયો. પણ હવે ઘેર પાછો જાય છે તે આપકમાઈ કરનાર અહંકારી તરીકે નહિ, પણ એક ધર્માત્મા પુરુષ તરીકે ! પોતાની હકિકત કહી એણે કેટલાયને ધર્મનિષ્ઠ કર્યા ! આગળ જઈને એણે પણ ચારિત્ર લઈ આત્મકલ્યાણ સાધ્યું. સમ્યગ્દર્શનથી સંસારના આધિ-વ્યાધિ અને ઉપાધિમય ત્રિવિધ તાપ કેમ મીટે એ વિચાર્યું. સમ્યજ્ઞાન અને સમ્મચારિત્રથી પણ એ કેવી રીતે દૂર થાય છે એ વિસ્તારથી વિચારવા જેવું છે. 1 44 ઉપાધિ થી સમાધિ તરફ