________________ જીવનના પ્રસંગ-પ્રસંગમાં વૈર-વિરોધ અસાર, મિત્રતા-પ્રેમ સાર; મનને ખોટું લગાડવું અસાર, સારું માનવું સાર; પ્રસંગને કષાયવર્ધક બનાવવો એ અસાર, અને કર્મક્ષયના સાધક તરીકે લેખવો એ સાર. બસ, જીવન જીવવાની આ કળા છે કે સાર સાર ગ્રહો અને અસાર અસાર પડતું મૂકો. અરે ! એક જરા નજર પણ ક્યાંક પડી, તો એમાંથી આત્મહિતને ઉપયોગી સાર ખેંચો, સાર ગ્રહણના દૃષ્ટાંતો : રાજા ગુણસને મડદું જોતાં એમાંથી જમરાજની જોહુકમી, જીવની પામરતા, જગતના સંયોગોની વિનશ્વરતા, વગેરેની વિચારણાનો અને વૈરાગ્ય, જવલંત વૈરાગ્યનો સાર ખેંચ્યો ! વૈશ્રવણ રાવણથી હાર્યો છતાં એણે એમાંથી આત્મજાગૃતિનો સાર ખેંચ્યો ! વાલીએ રાવણને જીત્યો, છતાં વાલીએ એમાંથી પુણ્યની આત્મા પર થતી ઠગાઈ વિચારવાનો અને ચારિત્રનો સાર ગ્રહણ કર્યો ! જીવન જીવવાની કળા સાર ગ્રહણ કરવામાં છે, એ વસ્તુ પૂર્વના મહાપુરુષોના જીવન પ્રસંગમાંથી કેવી કેવી સારી જોવા મળે છે. મહારાજા કુમારપાળ કુબેરશેઠની સંપત્તિ જોવા ગયા છે. કેમ ? એની અઢળક સંપત્તિ છે, અને પરદેશ ગયેલા કુબેર શેઠ મરી ગયાના સમાચાર આવ્યા છે. મહાજન આવીને કહી ગયું કે “નામદાર ! શેઠને પુત્ર નથી, એટલે સંપત્તિ રાજાની માલિકીની થાય છે, માટે પહેલાં આપ કબજો લેવરાવો, પછી અમે શેઠનું મરણકાર્ય કરીએ.” કુમારપાળ મનમાં સંકલ્પ કરીને કુબેરશેઠની મહેલાતો તરફ આવી રહ્યા છે. હવેલીઓ પર દૂરથી ધજાઓ ફરકતી બતાવતાં અમલદારો કહે છે મહારાજ ! આ શેઠની હવેલીઓની ધજાઓ ફરકતી દેખાય છે.' કુમારપાળ કહે છે “અહો ! આ ધજાઓ તો કહી રહી છે કે જેમ અમે સ્થિર નથી એમ સંપત્તિ પણ સ્થિર નથી !' ઉપાધિ થી સમાધિ તરફ 1 2 3