________________ બાપ બનીને નહિ, પણ છોકરાં બનીને ધન જે ખાવું પડે, એને શું કહેશો, સાર કે અસાર ? અરે ! પોતાનામાંથી દાન કે સુકૃત કરવાનું તો દૂર રહ્યું, પણ બીજાનું ચાલું કરવાનું કરાય એ સાર કે અસાર ? પછી તો રાજાના આ આશ્વાસન પર કુબેરની મા અને પત્ની સ્વસ્થ થયા, અને પોતાનો મુખ્ય મહેલ રાજાને બતાવે છે. એમાં ગૃહમંદિર જોઈને રાજા કહે છે, “ઘરમાં આ જ ખરેખરા પ્રાણ છે, શોભે છે, સારભૂત છે.' નજરે તો કઈ સારું સારું ચઢે, પરંતુ સાર ગ્રહણ કરવાની જ આવડત હોય, તો આત્મ હિતકારી મુદ્દા પર જ ખાસ દષ્ટિ જાય, હૈયું ત્યાં ઓવારી જાય, અને એની અનુમોદના કરે. કુબેર જીવતો આવે છે : અહીં તો એટલામાં ખુદ કુબેર જીવતો આવીને ઊભો રહે છે ! મર્યાના સમાચાર ખોટા હતા. રાજા કુમારપાળ એને આવું સમૃદ્ધ જિનમંદિર અને શ્રાવકના સુંદર વ્રતો રાખવા બદલ ધન્યવાદ આપે છે. આ પણ મુલાકાતમાંથી સાર ગ્રહણ. | વિમળશા મંત્રીએ, રાજા ભીમદેવને થયેલી બીજાઓ દ્વારા મંત્રીવિરુદ્ધ કાનભંભેરણી ઉપર રાજાને ભારે ઈતરાજી થઈ તો, એનું મંત્રીપદ અને રાજય છોડી દીધું, અને આબુની તળેટીમાં ચન્દ્રાવતી નગરીને રાજધાની કરી સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું. પરંતુ ત્યાં આજ્ઞા ભીમદેવની મનાવી ! કેમ એમ ? જીવવાની કળા સારગ્રહણ; એણે એનો ખપ . રાજા સાથે અણબનાવ થયો, એમાંથી વિરોધરૂપી અસાર ન ગ્રહ્યો, પણ એના ઉપકારનું સ્મરણ અર્થાત્ કૃતજ્ઞતાનો સાર લીધો. એથી કેવો મહાન લાભ કે પોતાનું માકિંમતી મન બગાડ્યું. નહિ, પણ એને પ્રફુલ્લિત અને કૃતજ્ઞતા બજાવવા વધુ પ્રસન્ન કર્યું ! ત્યારે ભીમદેવના હૃદયમાં ય કેટલી સરસ છાપ પડી હશે ! ઉપાધિ થી સમાધિ તરફ 1 2 5