Book Title: Upadhithi Samadhi Taraf
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 146
________________ વળી કેવા ફણગાં ફૂટશે ! માટે જ ઉપાધિ એ વિટંબણા રૂપી વૃક્ષનું બીજ છે. મંત્રીને મરેલી પત્ની મળે છે ? રાજાને હું કાંઈ ખુલાસો કરું તે પહેલાં રાજકુમારી જાગ્રત થઈ ગઈ, રાજાને કહે છે “પિતાજી ! કોના પર ગુસ્સો કરો છો ? મારે તો એમની સાથે લગ્ન કરવાના છે.' રાજા કહે છે “આ તું શું બોલે છે ? ગાંડી થઈ ગઈ શું ? કે આ માણસે તારા પર કામણ-ટુમણ કર્યું ? તારા માટે તો કોઈ મહાન રાજવી રાજકુમાર પસંદ કરીશું.' કુમારી કહે છે, “ના બાપુજી મને ગાંડપણે ય નથી થયું, ને આમણે કોઈ કામણટુમણ પણ નથી કર્યું. મારે આ જીવનમાં આમના સિવાય બીજાને નહિ વરવાની પ્રતિજ્ઞા છે. પતિ કરીશ તો આમને જ !' રાજા કહે છે, “અરે ઘેલી ! આ શી ઉતાવળ કરે છે ? આવી વિચાર વિનાની વાત કરાય ?' કુમારી ઉત્તર કરે છે, “તાત મારા ! સાંભળો. આ મારા પૂર્વભવના પતિ છે. ત્યાં પણ હું એમની પત્ની સરસ્વતી હતી, અને અહીં પણ ભાગ્યયોગે નામ સરસ્વતી મળ્યું છે. જુઓ એ અહીં આ મારા પૂર્વ શરીરના હાડકાં લઈને આવ્યા છે. તેના પર 16-16 વરસ એ રોયા છે. અહીં એમણે મને બધી વિગત કહી તેથી મને ઉહાપોહ થયો અને પૂર્વ જન્મનું સ્મરણ થઈ આવ્યું; તેથી હું મૂછિત થઈ ગઈ. અમારો પરસ્પરનો ગાઢ પ્રેમ અને મારી પાછળ એમનું આ 16-16 વરસનું દુઃખ મને કેમ વિહ્વળ ન કરે ?' “હે ચન્દ્ર ! જુએ છે ને રાગની આધિનાં તોફાન ? પોલાદી બેડીનાં બંધનને ટપી જાય એવા આ રાગનાં બંધન છે. બકરીને કસાઈ લઈ જતો હોય છતાં સ્નેહની દોરીથી બંધાયેલું એનું બચ્ચું પાછળ પાછળ ચાલ્યું આવે છે ! મોતના મુખમાં જ પ્રવેશ ને ? કુમારીની ઉપાધિ થી સમાધિ તરફ 1 38

Loading...

Page Navigation
1 ... 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156