Book Title: Upadhithi Samadhi Taraf
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 144
________________ માનવદેહ, ધ્યાન રાખજે, પુણ્યનો છે. પુણ્યનો એટલે ? પુણ્યથી મળેલો અને મહાપુણ્યના થોક ઊભા કરવા માટે બહુલાયક ! માત્ર એક વખતનાં જ પુણ્ય નહિ, પણ પુણ્યની પરંપરા સર્જી લેવા માટે અનુપમ દેહ ! એને હું મૂર્ખ-શિરોમણિ એ વખતે પત્ની રૂપી ઉપાધિ મરી ખૂટ્યા બાદ પણ સોળ સોળ વરસના અને એ પછીનાં પણ કાળાં રુદનથી વિણસાડી રહ્યો હતો ! ઉપાધિ ટળ્યા પછી પણ અનંત પુણ્ય મળેલા માનવદેહથી પરમાત્મ-ભક્તિ અને પરમાત્માની આજ્ઞાનું પાલન કરી થોક પુણ્ય ઊભું કરવાનું તો દૂર રહ્યું, ઊલટું એને પાપી શોકમાં બાળી શેકી રહ્યો હતો ! ઉપાધિના આગમન, ટકાવ અને નાશ, એ ત્રણેય સ્થિતિમાં આત્માની મહાકંગાલ અને કરુણાપાત્ર દુર્દશા સમજાય છે ને ? | મુનિ ચન્દ્રને સમજાવે છે, એ તમારી સમજમાં પણ ઉતરે છે ને ? એ મંજુર કરો છો ? “હા સાહેબ ! સમજાય તો છે પણ શું થાય, ઉપાધિ લઈ બેઠા એટલે ?'- એમ તમે કદાચ કહેવાના, પણ શું આવું એકલું કથન નિષ્ફર દિલનું નથી ? નહિતર તો કોમળ ભાવુક દિલનું શ્રવણ-કથન હોય ને, તો તો ઉપાધિના ત્રણેય કાળના તાપ-સંતાપ તો ખરાં જ, ઉપરાંત એનાથી ઊભા થતાં ઢગલાબંધ પાપ કર્મોનાં ભયંકર કટુ વિપાક નજર સામે તરવરે ! અને એથી ભડકી ઉઠો ! એમ થઈ જાય કે હાય ! આ બલા ઝટ મૂકીને ભાગું ! જો નથી મૂકાતી તો મારી એ કેવી ધિઠ્ઠાઈ ! કેવી હજીય બેભાન અવસ્થા ! ઉપાધિ મૂકવાના ભવમાં આ ? ખેર ! ઉપાધિ બહુ વધારવાના કોડ ન કરું, ઉપાધિની ખાતર કાળા કષાય, જૂઠ-દંભ, ઇર્ષ્યા-અસહિષ્ણુતા, રોફ, જહાંગીરી વગેરે દુર્ગુણો તો ન લેવું ! ઉપાધિના ગુણગાન તો ન કરું,” આટલું તો થાય ને ? આજનો માનવ કેમ બહેકી ગયો છે? કેમ અનીતિ-અસત્યને અને રગડાઝઘડાને કઠોર દિલે આચરી રહ્યો છે ? જેની પાછળ એ બધું છે એવી ઉપાધિને પાપ નથી સમજતો, બલારૂપ નથી દેખતો, માનવતામાંથી પશુતામાં ભ્રષ્ટ કરનાર પ્રલોભન તરીકે નથી લખતો, ને એના આવવા 136 ઉપાધિ થી સમાધિ તરફ

Loading...

Page Navigation
1 ... 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156