Book Title: Upadhithi Samadhi Taraf
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 141
________________ રાજાએ દૂરંદેશીપણાથી જ મડદાનો તરત જ નિકાલ કરાવવાનું કર્યું હશે. સોળ વરસ પાગલ : બસ, હું તો રોજ આ ધંધો જ લઈ બેઠો કે મરેલી પત્નીનાં હાડકાં પૂજવા, અને એની આગળ રોવું ! રાજા ઘણો ય મુંઝાય, હાડકાં છોડાવવા કઈ પ્રયત્ન કરે, તેમ એને શંકા કે મારો ઉગ વધતાં વધતાં કદાચ હું કાંઈ અવનવું કરી ન બેસું એટલા માટે છૂપા રખેવાળો ફરતા ગોઠવી રાખે, પણ હું ક્યાં હાડકાં મૂકું એમ હતો ? આમને આમ સોળ વરસ મેં પાગલ જેવી અવસ્થામાં કાઢ્યા ! પૂજન અને રુદન કોનાં : “હે ચન્દ્ર ! તું જો કે આ મારી પાગલતા કોણે કરાવી ? સંસારની ઉપાધિ અને આધિએ જ ને ? પાગલ કેવો ? 16-16 વરસ સુધી બાયડીનાં હાડકાં પૂજયા ! અને એને યાદ કરી કરીને રોયો ! એવાં પૂજન પરમાત્માનાં કર્યા હોત અને રોજ ને રોજ એ નાથના વિયોગ પર અને પોતાના આત્માની અનેકાનેક દોષ-દુર્ગુણોમય દુર્દશા પર રોયો હોત, તો એમાંથી કેવો ય આત્માના ઉદ્ધારનો માર્ગ લાધ્યો હોત ! શું ગદ્ગદ દિલે પ્રભુનાં પૂજન કરી કેટલી ય આત્મશુદ્ધિ કરી ન હોત ? પણ આ સૂઝે ક્યારે ? સંસારની આધિ ઉપાધિ આત્માનું લોહી ચૂસનારી અને એકાંતે દુ:ખદાયી તરીકે ઓળખાય, એ અકારી લાગે, અને એને સંપૂર્ણપણે નહિ તો ક્રમસર પણ છોડતા આવવાનું બને ત્યારે ને ? પૈસાથી ધર્મ થાય?? હે મહાનુભાવ ! એમ સમજતો મા, કે પ્ર.- ઉપાધિની સગવડ પાસે હોય તો ધર્મ થાય છે ને ? લક્ષ્મીની ઉપાધિ સંઘરી હોય તો દાન થાય છે ને ? ઉ.- ના, ધર્મ એ ઉપાધિના મહિમાએ નહિ, પણ ધર્મબુદ્ધિના ઉપાધિ થી સમાધિ તરફ 1 33

Loading...

Page Navigation
1 ... 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156