________________ અમલદારો ચકિત થઈ જાય છે, કહે છે, “મહારાજ ! આ તો આપની જ બુદ્ધિ પહોંચે ! અમારા જેવાને તો એમ થાય છે કે અહો કેટલી બધી મહેલાતો ! કુબેર શેઠ કેવોક ભાગ્યશાળી !' અહીં કુમારપાળમાં જીવવાની કળા દેખાય છે. એણે એક વસ્તુ જોવાનો પ્રસંગ આવ્યો એમાંથી સાર ગ્રહણ કર્યો, તત્ત્વ-દષ્ટિને એજ પ્રસંગથી સિંચન કર્યું ! ત્યારે, અમલદારોને મળવાનું કાંઈ નથી, વળવાનું કશું નથી, એ મહેલાતોમાં એક રાત સૂવા ય નહિ મળે, છતાં એમણે અસત્કલ્પનાનો અસાર ખેંચ્યો ! કેમકે જે કુબેર શેઠને ભાગ્યશાળી કહી રહ્યા છે તે શેઠ બિચારો તો મરી ગયેલો જાહેર થયો છે ! તો હવે સંપત્તિ શું એની સાથે ગઈ ? ના, તો એ ભાગ્યવાળો શું રહ્યો ? આગળ જતાં અમલદારો કહે છે. “આ બધા સફેદ બંગલાઓ ઊંચા ઊંચા માળના, કેટલા ય જોખ-ઝરૂખાવાળા, અંદર ઝગમગતા દિવ્ય દિવાનખાના વગેરેથી શોભતા દેખાય છે ને ? તે કુબેર શેઠના !' રાજા કહે છે, “એમ? તો આ જાણે સફેદ બંગલા તો એમ કહી રહ્યા છે કે જેમ અમે બીજા ત્રીજા રંગ વિનાના છીએ એમ અમારામાં મૂર્ખ માનવ શું જોઈને રંગરાગ કલ્પતા હશે? અમે બંગલા નથી બગલા છીએ, કેદખાના છીએ !' આ સારગ્રહણ. સંપત્તિમાં રંગ જોઈને માણસ એ મળી હોય તો પાગલ બને છે. અને ન મળી હોય તો ન મળ્યાનો સંતાપ કરે છે, એ અસારનું ગ્રહણ કર્યું કહેવાય. બંગલાના કંપાઉન્ડમાં પેસતાં અમલદારો કહે છે, “મહારાજ આ હારબંધ હાથીઓ સૂઢો ઝુલાવતા દેખાય તે બધા કુબેર શેઠના !' રાજા કહે છે, “અરે ! હાથીઓ તો સૂંઢ હલાવીને જાણે ના કહી રહ્યા છે કે “અમે કાંઈ કાયમ રહેવાના નથી, તો માણસ શું જોઈને એવી અકાયમી વસ્તુમાં ભૂલો પડી પોતાના કાયમી આત્મહિતને સાધી લેવાનું મોકૂફ રાખતો હશે ?' ઉપાધિ થી સમાધિ તરફ 1 23