________________ તો એ દોષરૂપને બદલે ગુણરૂપ બની જાય, કુટુંબને આપણી છાયા ઝીલનારા સાધર્મિક તરીકે સ્નેહના પાત્ર બનાવી શકાય; અથવા એના વડેરાપણાના ઔચિત્યનો સ્નેહ દાખવી શકાય. ત્યારે મોહપાત્ર કુટુંબી તરીકેનો સ્નેહ ન કરો, અને આવો સ્નેહ કરો, એથી કાંઈ વ્યવહારમાં વાંધો ન આવે. ઊલટું એમ કહો કે, વ્યવહાર સારો ચાલે, કેમકે ધર્મસ્નેહ અને ઔચિત્યસ્નેહમાં વિવેક જાગતો રહે છે દિલ ઉદાર અને ગંભીર રહે છે, સ્વાર્થ ગૌણ થઈ પરાર્થવૃત્તિ મુખ્ય બને છે, સ્વાર્થકુશલતા મટી પરાર્થકુશલતા આવે છે. આર્ય રક્ષિતની માતાને પુત્રસ્નેહ કરતાં ધર્મસ્નેહ વધુ હતો તો એ ભણીને આવ્યો અને નગર આખાએ તથા અન્ય કુટુંબીઓએ વધાવ્યો, પણ માતાએ વિશાળ અને દીર્ઘ દૃષ્ટિથી વિચાર કરી વધાવવાને બદલે પુત્રની દષ્ટિ વિકસાવી, અને મહાન શાસનપ્રભાવક અને પૂર્વધર મહાજ્ઞાની આચાર્ય બનવાના પંથે વાળ્યો ! મદનરેખા મહાસતીએ પતિ ઉપરના ધર્મસ્નેહને લીધે જ મરતા પતિને એની અને પોતાની હાય બળતરામાં, ને મારનાર જેઠ પર કષાયની આગમાં સળગાવ્યો નહિ, ઊલટું મહાક્ષમા અને સમતાસમાધિમાં ઝીલતો કરી દીધો ! અને એ સમાધિ મરણ પામી પાંચમા દેવલોકમાં દેવતા થયો ! કષાય તો એવો ભયંકર ઉઠ્યો હતો અને રૌદ્ર ધ્યાન એવું ભયંકર ભભૂકી ઉઠ્યું હતું કે એ રહ્યું મૃત્યુ થતાં નરક જેવામાં જઈ પટકાવું પડત ! એના બદલે દેવગતિ; અને તે પણ ભવનપતિ-વ્યંતર-જયોતિષ્કની નહિ, પણ ઊંચા વૈમાનિક દેવલોક, અને ત્યાં પણ પાંચમા દેવલોકમાં જન્મ મળ્યો ! એટલે ઊંચે પહોંચાડનાર મદનરેખાનો ધર્મસ્નેહ, ગંભીર દૃષ્ટિ અને ઉદારતા સાથે પરાર્થકુશળતા કેવી ! પોતાનો પતિ મરે છે એટલે પતિના ખૂની જેઠ રાજાની ચુંગાલમાં ફસાઈ પડવાનું છે ! પાછો એ પોતાની ઉપર આસક્ત બન્યો છે ! એને જો પોતે વશ ન થાય તો પોતાના પુત્રને વચમાં લાવી એ રાજા કઈ દુષ્ટતા પર જાય તેનો કોઈ પત્તો નથી. બધી જાત પરની વિકટ ઉપાધિ થી સમાધિ તરફ