________________ ઉ.- વિષય-કષાયરૂપી સંસારનું ફળ માત્ર પાપ કર્મ અને એનું દુ:ખ નથી; પરંતુ એ એ પાપ કર્મની સાથે વિષય-કષાયના કુસંસ્કારો પણ સંસાર સેવવામાંથી જન્મે છે. એ કુસંસ્કાર સહિતના પાપ કર્મોને અનુબંધવાળા પાપ કર્મ કહે છે. એ અનુબંધ એટલે ઝેર. ઝેર સાથે એ પાપ કર્મ ઉદયમાં આવે ત્યારે દુઃખના આગમન તો હોય છે જ, પરંતુ સાથે સાથે પેલા કુસંસ્કાર કહો મોહનીય કર્મ કહો, કે ઝેર કહો, એના લીધે દુખ બુદ્ધિ, દુષ્ટ વૃત્તિ, દુષ્ટ વલણ જાગતું રહે છે. એ તરત જ નવાં પાપકર્મની ફોજ ઊભી કરે છે કે જે પાછી આગળ ઉપર દુ:ખની પોઠ ઊભી કરે છે. ત્યાંય દુષ્ટ બુદ્ધિ આદિથી નવાં પાપ અને નવું દુઃખ અને એમાંય કુસંસ્કાર ને વિષય-કષાયની ભારોભાર લગની ચાલુ રહે છે. માટે કહેવાય છે કે સંસ્કાર મહત્ત્વના છે, એવાં પુણ્ય પાપ નહિ : આ જન્મ પછી પુણ્ય-પાપ સાથે આવે છે એ તો મામૂલી ચીજ છે, કેમકે એકવાર ફળ આપી દે એટલે પત્યું, પણ કુસંસ્કાર કે સુસંસ્કાર જે સાથે લાગી પડે છે, એ મહત્ત્વની ચીજ છે; કેમકે એ કેટલાય જન્મો સુધી ચાલ્યા કરે છે. એ સાથે લાગ્યા એટલે એનું દુષ્ટ કાર્ય થયા જ કરવાનું. તેથી જ ખાસ પુરુષાર્થ તો આ કરવાનો છે કે(૧) કુસંસ્કાર સામે શું? અનાદિના ચાલ્યા આવતા કુસંસ્કારોને મંદ પાડતા આવો, એને જરાય પોષણ ન આપો, એ માટે એને યોગ્ય ભારોભાર વિચારો કરવાનું છોડો, એની પોષક વિકથા-કૂથલી ન કરો, એને સતેજ કરનારા નિમિત્તોમાં જવાનું ઓછું કરી નાખો. (2) સુસંસ્કાર માટે શું ? : આની સાથે સાથે સુસંસ્કરણ કરતા રહો, સુસંસ્કારો ઊભા કરો, પગભર કરો, વારંવાર એનું પોષણ કરો. એ માટે “જગતના પદાર્થો સંયોગો અનિત્ય છે, જગતમાં જીવ અશરણ નિરાધાર છે, સંસારના ઉપાધિ થી સમાધિ તરફ 101