________________ ગાડાની મળીનો લીટો હોય તો તે ન જાય. એમ, ધર્મ બહુ કરવાથી કાચાં પાપ ધોવાઈ જાય, પણ પાકાં પાપ ન ધોવાય. એ પેલા ડાઘની જેમ કપડાં જેવા આત્માને આપત્તિ-નુકસાન દેખાડીને જ જાય. એટલે, જ્યારે આપત્તિ તો આવવાની હોય તો આવે જ છે, તો પછી વધારામાં અપવિત્ર વાણી-વર્તાવ કે વિચારનું પાપ આત્મ ઘરે કાં ઘાલું ? વ્યવહાર તો પવિત્ર જ રાખું,” મનની આવી સલાહથી ચિંતા દૂર થાય છે. “માનવ જીવન પામ્યાની આ લહાણ છે કે જીવનમાં પવિત્રતા જીવીને જીવનને ધન્ય બનાવાય ! અપવિત્ર જીવનમાં શું ખાટી જવાનું છે ? ઊલટું લોકમાં અપકીર્તિ થાય છે. આજે જુઓ છો ને કે લાંચિયા અને ઘાલમેલ અધિકારીઓની કેટલી હલકાઈ બોલાય છે ? (2) વિનય મર્યાદા : પવિત્રતા સાથે વિનય-મર્યાદા પણ બહુ જરૂરી ગુણ છે. જીવન સરળ, પ્રામાણિક અને સદાચારી હોય પરંતુ વિનયભંગ, મર્યાદાભંગ ને ઔચિત્યભંગ વર્તતો હોય, અર્થાત્ અવિનય, ઘમંડ કે યથેચ્છ અને ભોગવવા પડે છે. જીવનમાં પવિત્રતા છતાં મર્યાદા-ઔચિત્ય, નહિ સાચવવાથી લોકપ્રિયતા મળતી નથી; અને લોકમાં અપ્રિય થવા ઉપરાંત ઊલટું એમ માનવાનું મન થાય છે કે આપણે સરળસ્વભાવી અને ચોખ્ખાબોલા, એટલે બીજાને એ રુચતું નથી. કહો, આ સાચી વાત છે ? બોલેલું-ચાલેલું ન રુચે એમાં વાંક શું બોલવા-ચાલવાની સરળતાનો છે કે અનુચિતતાનો છે ? દુરાગ્રહ અને મર્યાદાભંગનો છે ? કોનો વાંક છે ? મોટા મોટા મહાપવિત્ર પુરુષોના જીવન જોશો તો દેખાશે કે એ બહુ મર્યાદાશીલ અને ઉચિત વાણી-વર્તાવવાળા હોય છે. માનવમાનસને જે સમજે છે, એ તો ભિન્ન ભિન્ન જીવોની કક્ષા ભિન્ન ભિન્ન હોવાનું સમજનારા હોય છે, તેથી જ એ માત્ર પોતાની ઉપાધિ થી સમાધિ તરફ 75