________________ કેવી ખૂબી છે ! કે ભલભલા ઇંદ્ર જેવાને પણ ગુલામ બનાવે છે ! જીવને એક યા બીજા પ્રકારે દુઃખ સંતાપમાં ઘસડે છે ! પ્ર.- તો શું સ્નેહીના દુઃખથી દુઃખી ન થવું ? ઉ.- અહીં દુઃખી ન થવાની વાત નથી. વાત એ છે કે દુઃખી થતા હો એમાં તપાસ કરો કે એની પાછળ કયું તત્ત્વ કામ કરી રહ્યું છે ? મોહ કે દયા ? દયા કહેશો તો પાછો પ્રશ્ન એ ઊભો રહેશે કે દયા બીજા જીવની કેમ એવી નથી ઊભરાતી ? કહેવું જ પડશે કે ત્યાં દયાની લાગણી કરતાં મોહની લાગણી કામ કરી રહી છે. મોહ દુઃખી કરે છે, મોહ રોવડાવે છે. એ પણ વિચારવા જેવું છે કે દુઃખ કે મોહના રુદન કરવાનું કયા કારણે બને છે ? શું સ્નેહીને સારું લગાડવા ? તો એ દુ:ખ કરવાનું ને રોવાનું પાછું માનાકાંક્ષારૂપી મોહના ઘરનું થયું ! મુનિનું આ કથન આત્મનિરીક્ષણ કરવા માટે સમજવાનું છે. આવી વિચારણા આવે ત્યાં ભડકવાની જરૂર નથી. તમે પોતાના આત્માના અને વસ્તુતત્ત્વના ઊંડાણમાં ઉતરો, જુઓ, તપાસો કે કોઈ પણ પ્રવૃત્તિ કે પ્રસંગમાં રહસ્ય શું છે, કેવી કેવી લાગણી વસ્તુના કયા કયા અંશને સ્પર્શી છે. એ તપાસથી સાચો ક્યાસ કાઢતા કમમાં કમ જાગૃતિ અને સાવધાની પ્રાપ્ત થશે. દુનિયાદારીમાં પણ દેખાય છે કે કોઈને અયોગ્યપુત્ર નભાવવો પડતો હોય, એને એમ કહેવામાં આવે કે આ તું નાલાયક પુત્રની નાલાયકીને નબળાઈથી નભાવી રહ્યો છે, ત્યારે જો એ કહે કે તો શું હું એને કાઢી મૂકું ? તો એને કહેવું પડે છે આ કાઢી મૂકવાની વાત નથી, માત્ર તમે એ જોવો કે એવો પુત્ર નભાવવા પૂંઠે તમારી નબળાઈ કામ કરી રહી છે કે નહિ ? એવી રીતે મુનિ અહીં કહે છે કે સ્ત્રીના રુદન પાછળ મારું દુઃખ મોહના ઘરનું હતું. સમજ હોય તો તે એ દુઃખને મોહને બદલે વિવેક અને ભાવદયાના ઘરનું કરી શકત. પણ સમજ લાવવી ક્યાંથી !' શ્રેષ્ઠિપુત્ર ચન્દ્રને મુનિ આગળ પોતાની મંત્રી-અવસ્થાની હકીકત 80. ઉપાધિ થી સમાધિ તરફ