________________ કહે છે, “જ્યારે મેં બહુ આગ્રહથી મારી પત્ની સરસ્વતીને પૂછ્યું આમ એકાએક રોવાનું શું કારણ છે? શું તમારું કોઈએ અપમાન કરેલું તમને કોઈ પીડા થાય છે ? છે શું ?' મંત્રી પત્ની રોવાનું કારણ કહે છે : ત્યારે પત્ની કહે છે, “ના, એવું કાંઈ નથી. માત્ર મને એક સ્વપ્ન આવ્યું, અને એમાં મેં તમને બીજી સ્ત્રી સાથે વાત કરતા જોયા !! આ સાંભળતાં મારા મનને થયું કે અહો ! આ જો આટલી વાત માત્ર એના ઉપર, અને તે પણ સ્વપ્નામાંની વાત છતાં એના પર આટલી ઉદ્વિગ્ન બને છે, તો પછી ખરેખર તેમ બનતાં અને તેથીય આગળ કશું બનતાં એના દિલને કેટલો આઘાત લાગે ? સ્ત્રીના સ્નેહ અને શ્રમની કદર : વિચારવા જેવું છે કે જે સ્ત્રી જાત આટલો સ્નેહ ધરાવે છે, અને ઘરનું કેટલુંય વૈતરું કરે છે, તે પણ વગર પગારે, એની પુરુષ કેટલી કદર કરે છે ? તમે કહેવાના કે “કદર તો કરીએ જ છીએ ને ? માટે તો એના પર રાગ ધરીએ છીએ, એને ખર્ચના નાણાં કમાવી લાવીને દઈએ છીએ. પરંતુ, આના બંને વસ્તુની પાછળનો આશય શું કદર કરવાનો છે, કે બીજો કોઈ આશય છે, તે તપાસજો . તેમ એ કદાચ કદરરૂપ હોય તોય એટલેથી પતી જાય છે કે એથીય વિશેષ કાંઈ જોઈએ છે, એ તપાસજો. પત્ની પર રાગ કરો છો તે કામરાગ છે કે કદરનો રાગ છે ? રાગની પાછળનો આશય એના પરનો મોહનો કે વાસનાનો ખરો કે નહિ ? ખર્ચનાં નાણાં કમાવી લાવી આપો તે શું એની કદર કરવા માટે કે તમારું ઘર ચલાવવા, અને લોકમાં આબરૂ, સ્વમાન જાળવવા ? ઉપાધિ થી સમાધિ તરફ