________________ વિચાર હોય તો એની પાછળ માત્ર સહાય કે સહિષ્ણુતા જ શું, પણ ઉપરાંતમાં એક આર્યપતિ તરીકે એના ચિત્તને સમાધિ, ધર્મ અને આધ્યાત્મિક ઉન્નતિકારક પ્રેરણા-પ્રોત્સાહન અપાય. આર્યપતિની કદરની એ ઊંચી કક્ષા છે, પણ કહેવાના કે પહેલાં અમારા જીવનમાં આધ્યાત્મિક્તા ભરચક ભરી હોય ત્યારે ને ? આધ્યાત્મિકતા માટે શું શું કરવાનું આધ્યાત્મિક્તા એટલે કોઈ મોટી સાધુતા અર્થાત્ મુનિચર્યા સમજતા મા. એમાં એટલું આવશે કે, તમારે હવે સ્વાત્મા પર મોહનો અધિકાર નહિ રખાય. અધિકાર ધર્મનો રાખવો પડશે. જાત ઉપર વર્ચસ્વ ધર્મનું રાખવું જોઈએ. જીવનને માયા, પ્રપંચ, વિષયલંપટતા, સ્વાર્થોધતા, અવિવેક, અનુચિતતા, વગેરે દોષોભર્યું નહિ રખાય. સ્વજન સ્નેહીને કોરી કડકડતી જડની વાતો અને અર્થકામની રામાયણમાં નહિ ઘસડાય. એમને શું કે પોતાની જાતને શું, પણ આત્મા, પરમાત્મા ને સદ્ગુરુઓના મમત્વવાળા બનાવવા જોઈએ. સગુણો અને સદ્ આચાર-વિચારોનો ખૂબ ખપ કરે એવા સંસ્કારી કરવા જોઈએ. જીવ માત્ર પ્રત્યે મૈત્રીભાવ, સૌના ભલાની ચિંતા, દુઃખીની દયા, ગુણીયલના ગુણની અનુમોદના, પરના દોષો પ્રત્યે ઉદાસીનતા, વગેરે વલણમાં રમતા થાય એવી જ વાતચીતો અને પ્રોત્સાહન કરવા જોઈશે. આવી આવી આધ્યાત્મિકતા ઉપરાંત ધાર્મિક્તા જાતમાં અને પત્નીમાં કેળવવાની ધગશ અને પુરુષાર્થ જો કેળવો તો એની પાછળ કુટુંબ સ્વર્ગીય આનંદમાં મહાલતું થઈ જાય ! એક કલ્યાણ સ્નેહી તરીકે તો એ કેળવવાનું જ છે, પણ કદર તરીકે ય કેળવવાનું છે. માણસને 83