________________ સરળતા-પ્રામાણિકતા અને હિતૈિષિતા જ નહિ પણ સાથે સાથે સામાની કક્ષાસંયોગ વગેરેને ધ્યાનમાં લઈને વર્તનારા હોય છે. તમને મનમાં થશે કે, પ્ર.- બધે સામાનું મન જોયા કરીએ ? તો હિતની વાત કે વર્તાવ શી રીતે કરી શકીએ ? છોકરાને તો રમવાનું મન હોય, ઉદ્ધતાઈની કુટેવ હોય, હવે તેનું મન જોઈ વર્તવાનું એટલે તો કાંઈ ઠપકો કે તાડના તર્જના, કશું કરવાનું નહિ ને ?' ઉ.- આવું તમારા દિલને થાય, પરંતુ એ જુઓ કે એમ અણઘટતા અવસરે અને સામો ન પચાવી શકે એ રીતે ઠપકારવા કરવાથી શું પરિણામ સારું આવે છે? શું એ સુધરી જાય છે ? ના, ઊલટો એ દુરાગ્રહી અને વિરોધી બને છે. પછી તો સાંભળવાની લાયકાત પણ નથી રહેતી, આવું જો થાય, તો તમે એનું શું હિત સાધ્યું ? બસ તમે તો તમારા મનને સંતોષ માની લીધો કે “મેં તો મારી ફરજ બજાવી. હવે એ ન માને એમાં એની નાલાયકતા, અગર મારું પુણ્ય કાચું.” જીવનમાં કેટલાય પ્રસંગોમાં આમ મર્યાદા બહાર અનુચિત અને સ્વાગ્રહભર્યું બોલી ચાલીને પોતાની છાયા અને મોભો ગુમાવાય છે, સંબંધો બગાડાય છે. તેમ બીજા પણ કેઈ નુકસાનો વહોરવા પડે છે. (3) સેવાભાવ : તમારે પવિત્રતા અને ઔચિત્ય-મર્યાદા છે, પણ જો સેવાભાવ નથી, અને એના બદલે સ્વાર્થભાવ કે એદીપણું છે, તો કેટલાય અનર્થ જન્મે છે, ને મહામૂલા માનવજીવનના ખરા લાભ કમાઈ લેવાનું ગુમાવાય છે ! સેવાભાવમાં અખાડા કેમ થાય છે ? કાં નીતરતા સ્વાર્થની લગની છે, અગર એદીપણું છે. ખૂબી તો વળી એ છે કે એવા માણસને પાછી બીજાની સેવા લેવી ગમે છે ! અને બીજા અવસરોચિત સેવા ન આપે તો પોતે સેવા માગવાનો હક્ક પણ કરે છે. સામાને ઠપકો દે છે કેમ આટલું તમારાથી બનતું નથી ?' પણ પોતાને બીજાનાં પાણીનો પ્યાલો ય ભરવો નથી ! ઉપાધિ થી સમાધિ તરફ